અમરેલી : બગસરા નગરપાલિકા સામે વૃદ્ધાએ ઉપવાસ શરૂ કર્યા

અમરેલી : બગસરા નગરપાલિકા સામે વૃદ્ધાએ ઉપવાસ શરૂ કર્યા

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ગોંડલિયા ચોક ખાતે રહેતા વૃદ્ધ દાદી હેમુબેન ચૌહાણે નગરપાલિકા સામે ઉપવાસ શરૂ કર્યા છે. દુકાન ભાડે આપવા બાબતે આ વૃદ્ધાએ ઉપેવાસ પર ઉતરવું પડ્યું. વૃદ્ધ મહિલાએ પોતાની દુકાન ભાડે આપી હતી, આ ભાડુઆતે માલિક હિમાબેનને જાણ કર્યા વગર જ અન્ય કોઈકને દુકાન આપી દીધી હોવાથી હેમીબેને કાર્યવાહી કરવાની માંગ કરી છે.

bagasara

બગસરા નગરપાલિકાએ આ દુકાનને ધંધા માટે લાઈસન્સ આપ્યું છે, જે લાયસન્સ કેન્સલ કરવા નગરપાલિકાને લેખિતમાં અરજી આપી હતી. જે બાદ આ લાયસન્સ કેન્સલ કરી દેવાયું હતું.

Recommended Video

અમરેલી : બગસરા નગરપાલિકા સામે વૃદ્ધાએ ઉપવાસ શરૂ કર્યા

અમરેલી જિલ્લા કલેક્ટરના જાહેરનામા મુજબ લાયસન્સ વગર કોઈપણ ધંધા વેપાર નહી કરી શકે અને જો લાયસન્સ વગર કોઈ ધંધા વેપાર કરતા હશે તો તેમની દુકાન સીલ થઈ જશે. તેવામાં આ વૃદ્ધ મહિલાએ હવે માંગ કરી કે અમારી દુકાન અમારા ભાડુઆતે અન્ય કોઈને આપી છે, જે લાયસન્સ વગર ચાલી રહી હોય તેને સીલ કરી દેવામાં આવે.

દુકાન માલિક અશોકભાઈ તેરૈયાએ વનઈન્ડિયા સંવાદદાતા સાથે વાત કરતા જણાવ્યું કે, "અમારી દુકાનને ભાડુઆતે બીજા કોઈને સોંપી દીધી હતી, ત્યારે અમે લેખિતમાં અરજી કરી દુકાનનું લાયસન્સ તો રદ કરાવી દીધું પણ છતાં આ વ્યક્તિ વગર લાયસન્સે દુકાન ચલાવી રહ્યો છે, ત્યારે આ કલેક્ટર સાહેબના જાહેરનામાનો ઉલ્લંઘન હોય અમે નગરપાલિકા સમક્ષ આ દુકાન સીલ કરવાની માંગ કરીએ છીએ."

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X