મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પુત્રની ખબર અંતર પુછવા મુંબઇ પહોચ્યા
સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પોતાના પુત્રની ખબર અંતર પુછવા માટે મુબંઇ પહોચ્યા હતા. જેના લીધે તે ગાંધીનગર આવતા મુલાકાતીઓને મળી શક્યા નહોતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્રને 3 મહિના પહેલા બ્રેન સ્ટોકનો અટેક આવતા સારવાર અર્થે અમદાવાદની કે.ડી હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી ત્યાર બાદ મુંબઇ ખસેડવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને મુંબઇમાં રોબોટિક ફિજિયોથેરાપી મારફતે સારવાર કરવામાં આવી રહી છે. હાલ અનુજ પટેલની તબિયત સુધાર પર છે. અને તેમને ગુજરાતમાં ટ્રાંસફર કરવામાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
