વિશ્વ જળ દિવસે પાણીને લઇને મહિલાઓએ કર્યો હંગામો

Subscribe to Oneindia News

૨૨ માર્ચ એટલે વિશ્વ જળ દિવસ પણ ગુજરાત ના એક ગામ પાણીને લઇ મહિલાઓએ રામધુન બોલાવી પડી હતી. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામે પાણી મુદ્દે ગ્રામજનો પાલિકા કચેરી પહોંચી હોબાળો કર્યો હતો. મોટી સંખ્યા ગામની મહિલા મટકા અને બેડા લઇ પાલિકા કચેરી પહોંચી હતી. જોકે પાલિકા કચેરીમાં અધિકારી હાજર ન મળતા ગ્રામજનો દ્વારા રામધુન બોલાવામાં આવી હતી. અને મહિલાઓએ બેડા વગાડી પાલિકામાં વિરોધ કર્યો હતો. નોંધનીય છે કે હાલ ઉનાળાની શરૂઆત છે. ત્યારે આગળ શું થશે તે સવાલ ગ્રામજનોને સતાવી રહ્યો છે.

water crises

નોંધનીય છે કે આદિત્યાણા ગામના કેટલાક વિસ્તારોમાં પાલિકા દ્વારા પાણી વિતરણ કરવામાં ન આવતા ગ્રામજનોએ પાલિકા કચેરીએ હોબાળો કર્યો હતો. ગામમાં પાણીની લાઈન, ટાંકી અને ટેન્કરની સુવિધા હોવા છતાં પાણી ના અપાતા ગ્રામજનો રોષે ભરાયા હતા. અને પાલિકા કચેરી પહોંચી ગયા હતા. ગ્રામજનોના કહેવા મુજબ પાલિકા પાસે પાણીના ટેન્કર હોવા છતાં ડીઝલના પૈસા પાલિકા પાસે નથી તેમ બહાનું કાઢવામાં આવે છે. ગ્રામજનોએ કહ્યું કે ટેક્સ પાલિકા દ્વારા ટાઈમ ટુ ટાઈમ ઉઘરાવવામાં આવે છે ટેક્સ ન ભરતા નોટીસ મોકલી આપે છે. પણ ટેક્સ ભરતા હોવા છતાં સુવિધા નથી અપાતી. વધુમાં આ અંગે ગ્રામજનોએ કહ્યું કે પાણીની આ માંગ પૂરી ના થઇ તો આવનારા સમયમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચાચરવામાં આવી છે.

English summary
On the World Water Day this town of Gujarat suffering from water crisis.
Please Wait while comments are loading...