અહમદ પટેલને સીએમ બનાવવા માટે થયો મોટો સોદોઃ મોદી

નરેન્દ્ર મોદીએ આરોપ લગાવ્યો છે કે અહમદ પટેલને મુખ્યમંત્રી બનાવવા માટે પડદા પાછળ એક મોટો સોદો પણ થયો છે. મોદીના મતે બે દિવસથી ભરૂચવાળા અહમદ મિયાં પટેલ આપે છે કે તેમને મુખ્યમંત્રી બનવાની કોઇ ઇચ્છા નથી. એનો અર્થ એ થયો કે દાળમાં કંઇક કાળુ છે. અહમદ મિયાં પટેલને આ વાત બતાવવાની શું જરૂરિયાત હતી? મોદીએ કહ્યું કે આ કહેવા તે ખાસ ગુજરાત આવ્યા હતા. તેનો અર્થ એ થયો કે કોંગ્રેસ પાર્ટી કોંગ્રેસને જીતાડવા માટે કેટલી તત્પર છે.
મોદીએ કહ્યું કે કોંગ્રેસને જીતાડવા માટે મેદાનમાં ઉતરી ઘણી રાજકીય પાર્ટીઓએ પડદા પાછળ પિચ તૈયાર કરી છે. તેની પાછળ મોટા સોદા થયો છે કે અહમદ મિયાં પટેલને કેવી રીતે મુખ્યમંત્રી બનાવવામાં આવે. આ પ્રકારનું ષડયંત્ર રચવામાં આવ્યું છે, પરંતુ કોંગ્રેસની હિંમત નથી કે તે આ સ્વિકારે.












Click it and Unblock the Notifications
