For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુજરાત સરકારે કર્યું ઓનલાઈન RTI પોર્ટલ લોન્ચ

હવે નાગરિકો સચિવાલયના કોઈપણ વિભાગમાંથી માહિતી મેળવવા માટે rtionline.gujarat.gov.in પર ઓનલાઇન RTI અરજીઓ ફાઇલ કરી શકશે.

|
Google Oneindia Gujarati News

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે મંગળવારના રોજ નાગરિકો દ્વારા આરટીઆઈ અરજી ઓનલાઈન ફાઇલિંગને સક્ષમ કરવા માટે એક ઓનલાઈન રાઈટ ટુ ઈન્ફોર્મેશન (આરટીઆઈ) પોર્ટલ શરૂ કર્યું છે.

Bhupendra Patel

ભૂપેન્દ્ર પટેલનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટ સમક્ષ અનુક્રમે 2018 અને 2019ની બે જાહેર હિતની અરજીઓ (PILs) અનુસાર છે, જેમાં RTI અરજીઓ ઓનલાઈન ફાઇલ કરવાના અમલની માગ કરવામાં આવી હતી.

હવે નાગરિકો સચિવાલયના કોઈપણ વિભાગમાંથી માહિતી મેળવવા માટે rtionline.gujarat.gov.in પર ઓનલાઇન RTI અરજીઓ ફાઇલ કરી શકશે. રાજ્ય સરકાર દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં જ મુખ્ય કચેરીઓ અને જિલ્લા-કક્ષાની કચેરીઓ માટે સેવાઓ ટૂંક સમયમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે.

ગુજરાત હાઇકોર્ટે 15 નવેમ્બરના રોજ એક PILની સુનાવણી કરતા સમયે સરકાર RTI અરજીઓ પર ઓનલાઈન પ્રક્રિયા કરવા તૈયાર છે કે, કેમ તે અંગે રાજ્યનો જવાબ માંગ્યો હતો. પીઆઈએલની આગામી સુનાવણી 20 ડિસેમ્બરના રોજ થવાની છે.

English summary
Online RTI Portal has Launched by Gujarat Government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X