For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડાંગ દરબાર મેળામાં ઇ હેલ્થ એક્સેસથી ઓનલાઇન સારવારનો આરંભ

|
Google Oneindia Gujarati News

dang-darbar-2013
ડાંગ, 26 માર્ચ, : ડાંગ જીલ્લાના મુખ્ય મથક આહવા ખાતે ઐતિહાસિક ડાંગ દરબારની સાથે સાથે જનતાના દીર્ધાયુષ્ય માટે વન વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજી અને ઈન્ટરનેટની મદદથી રોગ નિદાન ઉપચારનો સૌ પ્રથમવાર પ્રયોગ કરવામાં આવ્યો્ હતો.

આ પ્રયોગને 'ઈ-હેલ્થ એકસેસ' નામ આપવામાં આવ્યું છે. સરકારના આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટની જાણકારી આપતા વર્કીંગ બ્રેઈન્સ (વેબ સાઈટ-WWW.ehealthaccess.com ) સંસ્થાયના અધિકારી પોલાસા રવિકુમારે જણાવ્યું હતું કે ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન નિદાન દ્વારા લોકો નિરોગી અને તંદુરસ્ત બને તે માટે આ નવતર અભિગમ અપનાવવામાં આવ્યો છે. હૈદરાબાદના ગુજરાતી ર્ડા.રીકીન દ્વારા શરીરના રોગો જેવા કે બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, મેલેરિયા, ડેન્યુ ફીવર જેવા અનેક રોગો વિશે ર્ડાકટર સાથે ઓનલાઈન વાત પણ થઈ શકે તે માટે અદ્યતન ટેકનોલોજીથી સારવાર માટેની સુવિધા ડાંગ દરબાર પ્રદર્શન સ્ટોલમાં વન વિભાગ દ્વારા ઉભી કરવામાં આવી હતી.

આધુનિક ચિકિત્સા પધ્ધતિથી દર્દી ગમે તે સ્થળે હોય અને આ સાધનો વડે પોતાની શારિરીક મુશ્કેલી અંગે ઓનલાઈન ર્ડાકટર સાથે વાત પણ કરી શકે છે. તેમજ તેના હદયના ધબકારા પણ ર્ડાકટર સાંભળી શકે છે. આમ દર્દીને સચોટ માર્ગદર્શન મળી શકે તે માટે ડાંગ દરબાર હોલ ખાતે પ્રદર્શન વિભાગમાં વન વિભાગના સ્ટોલમાં ટેકનીશિયનની મદદથી આ જાણકારી આપવામાં આવી હતી. આ અભિગમને ભારે સફળતા મળી હતી. મહત્તમ લોકોએ ઓનલાઈન ઈ-હેલ્થની જાણકારી મેળવી હતી.

હોળીના પર્વની ઉજવણીના ભાગરૂપે યોજાતા પરંપરાગત ઐતિહાસિક ડાંગ દરબાર 2013 નિમિત્તે ભારત સરકારના પશ્ચિમી ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર ઉદયપુર દ્વારા કલાકારોની કલાઓનો નજારો ખૂબ જ સુંદર રીતે રજુ કરવામાં આવ્યો હતો. ગુજરાતના ડાંગ જીલ્લાના નૃત્યો જગવિખ્યાત છે. દેશ-વિદેશમાં નૃત્યો કરનારી આ ટીમના કલાકારોએ તમાશા, ઠાકર્યા, કહાડિયા, ભવાડા અને પાવરીવાદને લોકોને ડોલાવી દીધા હતા. પાવરી વાદન કલાકારોએ પાવરી વગાડતા અવનવા આકારો રજુ કરીને ડાંગી કલાઓની તાકાત બતાવી રંગ રાખ્યો હતો. કેરવાનો વેશ નૃત્યમાં અમદાવાદના ભરતભાઈ રાવલે નૃત્ય દ્વારા ગોળ ફરીને તલવાર ફેરવવી, બાંધણીમાંથી મોર,પારેવા અને સસલાનો આકાર બનાવતા જનમેદનીએ તાળીઓના ગડગડાટથી તેમની કલાને વધાવી લીધી હતી.

English summary
Online treatment E Health Access started in Dang Darbar fair.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X