Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Opinion Poll: ગુજરાતની વિધાનસભા ચૂંટણી માટે સૌથી મોટો મુદ્દો કયો, જાણો સર્વેના પરિણામો

એબીપી સી વોટરે એક સર્વે કર્યો છે. જેમાં પૂછવામાં આવ્યુ કે રાજ્યમાં કયો મુદ્દો સૌથી મોટો છે. આવો જાણીએ ગુજરાતની જનતા માટે સૌથી મોટો મુદ્દો કયો છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં રાજ્યની કુલ 182 બેઠકો માટે મતદાન યોજાશે. પરિણામો 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. રાજકીય પક્ષો પ્રચાર-પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યો છે. ઉમેદવારોની બહાર પડી રહી છે. આ દરમિયાન એબીપી સી વોટરે એક સર્વે કર્યો છે. જેમાં પૂછવામાં આવ્યુ કે રાજ્યમાં કયો મુદ્દો સૌથી મોટો છે. આવો જાણીએ ગુજરાતની જનતા માટે સૌથી મોટો મુદ્દો કયો છે.

guj election

આ છે સૌથી મોટો મુદ્દો
બેરોજગારી - 33 ટકા
મોંઘવારી - 5 ટકા
માળખાગત સુવિધાઓ - 4 ટકા
કોરોનામાં કામ - 4 ટકા
ખેડૂત - 15 ટકા
કાયદો વ્યવસ્થા - 3 ટકા
ભ્રષ્ટાચાર - 6 ટકા
રાષ્ટ્રીય મુદ્દા - 2 ટકા
અન્ય - 14 ટકા

તમને જણાવી દઈએ કે ભાજપે ગુરુવારે 160 ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી છે. જેમાં 14 મહિલા ઉમેદવારો છે. 69 વર્તમાન ધારાસભ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી, હાર્દિક પટેલ વીરમગામથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. વળી, રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને પણ જામનગરથી ટિકિટ આપવામાં આવી છે. નોંધનીય છે કે ગુજરાતમાં 15 ટકા વસ્તી એસટી છે. 30થી 40 સીટો પર આદિવાસી સમાજનો પ્રભાવ છે. ભાજપની યાદીમાં આદિવાસી સમાજ માટે લગભગ 26 સીટો રિઝર્વ છે. ભાજપની પહેલી યાદીમાં અનુસૂચિત જાતિના 13 અને અનુસૂચિત જનજાતિના 24 ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X