ભિલોડા બેઠક : ભાજપના તરફથી પી.સી. બરંડાની પસંદગી
ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની પહેલી યાદીમાં ભિલોડાની બેઠક ઉપર ના ઉમેદવારનું નામ જાહેર. પી.સી. બરંડા ભિલોડ બેઠક પરથી લડશે ચૂંટણી. પી.સી.બરંડા અંગે વધુ વાંચો અહીં.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વાર તા 17 નવેમ્બરના રોજ ઉમેદવારોની પહેલી યાદી બહાર પાડવામાં આવી હતી. જેમાં ભિલોડાની બેઠક પરથી પી.સી. બરંડાને ભાજપ માંથી ટિકિટ આપવામાં આવી છે. તો પી.સી.બરંડા વિશે થોડુ જાણીએ. પી.સી. બરંડાની વિધાનસભા ચૂંટણીનાં પહેલી વખત પસંદ કરવામાં આવી છે. તેમણે ચૂંટણી લડવા માટે સ્વેચ્છાએ રાજીનામું આપ્યુ છે. ગુજરાત કેડરના આઇપીએસ પી.સી.બરંડા અરવલ્લી જિલ્લાના ભિલોડામાંથી ચૂંટણી લડશે.

58 વર્ષના આઇપીએસ અધિકારી બરંડા આદિવાસી સમુદાયમાંથી આવે છે. તેઓ મુળ અરવલ્લીના ભિલોડા તાલુકામાંથી આવે છે. તેમણે થોડા દિવસ પહેલા જ છોટા ઉદેપુરના એસપીના પદ પરથી સ્વેચ્છીક રાજીનામું આપ્યું હતું. તે બાદ ભાજપની પહેલી યાદીમાં તેમને ભિલોડા સીટ પરથી ટિકિટ આપવામાં આવી હતી. આ વિસ્તારમાં આદિવાસી લોકોની સંખ્યા વધારે હોવાથી ભાજપ દ્વારા તેમને આ સીટ ફાળવવામાં આવી હોય તેવું લાગી રહ્યુ છે. તેઓ 1996માં રાજ્યની પોલીસ સેવામાં જોડાયા હતા. જેમાં તેઓ ડીએસપીના પદ પર જોડાયા હતા.












Click it and Unblock the Notifications
