પબુભા માણેકે ધારાસભ્ય તરીકે મળતા પગાર સહિતના લાભ નહીં લેવાની જાહેરાત કરી

દ્વારકાથી સતત આઠમીં વખત ધારાસભ્ય બનેલા પબુભા માણેકે પગારભથ્થા સહિતના તમામ લાભો નહીં લેવા માટે વિધાનસભા અધ્યક્ષને પત્ર લખ્યો છે.

દેવભુમી દ્વારકા : ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે બીજેપીએ સરકાર બનાવી લીધી છે અને તમામ ધારાસભ્યોએ શપથ લઈ લીધા છે ત્યારે દ્વારકાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેવભુમી દ્વારકાથી બીજેપીની ધારાસભ્ય રહેલા પબુભા માણેકે એક મોટી જાહેરાત કરી છે.

Pabubha Manek

મળતી વિગતો અનુસાર, દેવભુમી દ્વારકાથી બીજેપીના જીતેલા ધારાસભ્ય પબુભા માણેકે આજે મોટી જાહેરાત કરી છે. પબુભા માણેકે જાહેરાત કરી છે કે તેઓ ધારાસભ્ય તરીકે મળતા તમામ લાભ અને પગાર નહીં લે. પબુભાએ આના માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પત્ર લખીને જાણ કરી છે. પબુભાએ પત્રમાં લખ્યુ છે કે તેઓ સ્વૈચ્છિક રીતે ધારસભ્ય તરીકે મળતા લાભ અને પગાર ભથ્થા છોડી રહ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે પબુભા માણેક દ્વારકા સીટ પરથી 8મીં વખત ધારાસભ્ય બન્યા છે. પબુભા માણેક તેમના નિવેદનોને લઈને પણ ચર્ચામાં રહે છે. તેમણે દ્વારકા સીટ પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર લખમણ નકુમ અને કોંગ્રેસના મુળુભાઈ કંડોરિયાને હરાવ્યા હતા. પબુભા માણેકની પંથકમાં મોટી લોકપ્રિયતા છે અને તેના કારણે જ તેઓ સતત 8 ટર્મથી જીતતા આવ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X