For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાને ગુજરાત તટ પાસેથી 12 ભારતીય માછીમારોને પકડ્યા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 જાન્યુઆરી: પાકિસ્તાની બોટ દ્બારા ભારતીય સીમામાં પોતાને ઉડાવી દેવાની ઘટના બાદ પાકિસ્તાન બદલો લેવાના અંદાજમાં કામ કરી રહ્યું છે. સમાચાર છે કે પાકિસ્તાન સમુદ્રી સુરક્ષા એજેંસી (એમએસએ)એ 12 માછીમારોને પકડી લીધા અને બે બોટને કબજે કરી લીધી છે. જો કે અત્યાર સુધી પાકિસ્તાની એજેંસીએ તેની પુષ્ટી કરી નથી.

ગુજરાત તટ નજીક એક પાકિસ્તાની મત્સ્ય બોટના તટરક્ષકો દ્વારા રોકવાની ઘટના વચ્ચે આ ઘટનાક્રમ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાની બોટ પર વિસ્ફોટક લાદેલા હતા. તેને 31 ડિસેમ્બરના રોજ અને પહેલી જાન્યુઆરીના રોજ રાત્રે પોરબંદર તટથી લગભગ 365 કિમી દૂર રોકવામાં આવી હતી, ત્યારબાદ તેમાં વિસ્ફોટ કરવામાં આવ્યો હતો અને આ ચાલક દળના ચાર સભ્યો સહિત ડૂબી ગઇ હતી.

boat-guajrat

પોરબંદર આધારિત એક બિન સરકારી સંગઠન (એનજીઓ) 'સાગર ભારતી'ના સંયોજક જીવન જંગીએ જણાવ્યું કે પાકિસ્તાન સમુદ્રી સુરક્ષા એજેંસીએ 12 માછીમારોને બે હોડીઓ સાથે ગુજરાત તટની નજીક અરબ સાગરમાં આજે બપોરે પકડી લીધી.

તેમણે કહ્યું કે એ પણ સ્પષ્ટ થઇ શક્યું નથી કે હોડીઓ ક્યાંની હતી. તેમણે જણાવ્યું કે તટ પર પરત ફરતાં પોરબંદર આધારિત કેટલાક માછીમારોએ જણાવ્યું હતું કે પાકિસ્તાની એજેંસીઓએ બે હોડીઓને પકડી છે અને તેમને કરાંચી બંદર લઇ ગયા છે. અમે માછીમારો વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. સાથે જ એ પણ તપાસ કરી રહ્યાં છીએ કે આ હોડીઓ ક્યાંથી સમુદ્રીમાં ઉતરી હતી.

ગુજરાત ક્ષેત્ર (ઉત્તર પશ્વિમ)ના તટ રક્ષક કમાંડર કુલદીપ સિંહ શેરાંવના અનુસાર આ તાજી ઘટના હજુ તપાસ હેઠળ છે. અમને તેની પુષ્ટિ હજુ થઇ શકી નથી. અમે કેસની તપાસ કરી રહ્યાં છે.

English summary
Four days after a Pakistani boat self-imploded 365km off Porbandar coast, Pakistan Marine Security Agency abducted two fishing boats-Jhuelal and Jalaram- with 12 fishermen from International Maritime Boundary Line off Kutch in Arabian Sea on Saturday night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X