ફરી પાકિસ્તાન મરીન દ્વારા 23 માછીમારોને 4 બોટનું થયું અપહરણ
પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સી દ્વારા 4 બોટ અને 23 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
પાકિસ્તાન મરીને ભારતીય જળ સીમામાંથી ભારતીય માછીમારોનું અપહરણ કરી જાય છે. ફરી એકવાર IMBL બોર્ડર પરથી પાક મરીન દ્વારા ૪ બોટ સાથે ૨૩ માછીમારોનું અપહરણ કરી લઇ ગઈ છે. પોરબંદરની ૪ બોટ લઇ જતા માછીમારોના પરિવારોમાં ચિંતા છવાઇ ગઇ છે હાલ નાપાક હરકતને લઇ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે IMBLથી દૂર માછીમારોને માછીમારી કરવા સુચના આવી છે. બંધક બનાવેલા માછીમારોને કરાંચી બંદર લઇ જવામાં આવશે.

નોંધનીય છે કે આ પહેલા પણ અનેક વાર પાકિસ્તાન દ્વારા ભારતીય જળસીમામાં આવીને ભારતીય માછીમારો અને તેમની બોટનું અપહરણ કરવામાં આવ્યું છે. અને તે પછી લાંબા સમય સુધી ગુજરાતના ગરીબ માછીમારોને પાકિસ્તાનની જેલમાં સબડાવવામાં આવે છે. ત્યારે ગુજરાત અને કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકાર આ પર ક્યારે યોગ્ય પગલા લેશે અને આવી ઘટનાને થતી અટકવાશે તે હવે જોવાનું રહ્યું.












Click it and Unblock the Notifications
