For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાન સિક્યોરિટીએ ગુજરાતની જળસીમામાં માછીમારોની બોટ લૂંટી

ગુજરાતમાં જખૌ જળસીમા પાસે પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ અચાનક ભારતીય બોર્ટ્સ પર હુમલો કરી દીધો.

|
Google Oneindia Gujarati News

ગુજરાતમાં જખૌ જળસીમા પાસે પાકિસ્તાન મરીન સિક્યોરિટીએ અચાનક ભારતીય બોર્ટ્સ પર હુમલો કરી દીધો. માછીમારોની બોટથી ફિશિંગ સામાન પણ લૂંટી લીધો. માહિતી મળતા જ ભારતીય કોસ્ટ ગાર્ડ પણ ત્યાં પહોંચી ગયા. પરંતુ પાકિસ્તાની લૂંટેલા સામાન સાથે ભાગી ગયા. ભારતીય કોસ્ટ ગાર્ડની સતર્કતાને કારણે માછીમારોનો જીવ બચી ગયો.

gujarat news

મળતી જાણકારી અનુસાર, પાકિસ્તાનની મરીન સિક્યોરિટી ઘ્વારા જખૌ જળસીમા ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવામાં આવી. તેમની ઈરાદો હથિયારોના બળ પર માછીમારોનું અપહરણ કરવાનો હતો. તેમને માછીમારોની કિંમતી બોટ લૂંટી. પાકિસ્તાનીઓના હુમલાથી માછીમારોમાં અફરા-તફરી મચી ગઈ. પ્રેટ્રોલિંગ કરી રહેલી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમને તેની માહિતી મળી. ભારતીય કોસ્ટ ગાર્ડ તાત્કાલિક જવાબી કાર્યવાહી કરવા માટે ત્યાં પહોંચ્યા. પરંતુ પાકિસ્તાની સામાન લઈને ભાગી ગયા હતા. ભારતીય કોસ્ટ ગાર્ડ ઘ્વારા તપાસમાં જાણવા મળ્યું કે બોર લૂંટવામાં આવી છે, જે પોરબંદર રજીસ્ટર હતી.

gujarat news

સૌરાષ્ટ્ર અને પોરબંદરના 60 માછીમારોનું અપહરણ

પાકિસ્તાન મરીન સિક્યોરિટી હંમેશા ભારતીય સીમમાં ઘૂસણખોરી કરતી રહે છે. માર્ચ 2018 દરમિયાન આંતરરાષ્ટ્રીય જળસીમાથી 60 માછીમારોનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. તેમને માછીમારોની 10 બોટ પણ જપ્ત કરી હતી. ઘણા દિવસો પછી ખબર આવી કે ભારતીય માછીમારોને બંધક બનાવીને કરાંચી લઇ જવામાં આવ્યા છે. તેમને જેલમાં ભરવાની પણ ખબર સામે આવી હતી.

આ પણ વાંચો: એર સ્ટ્રાઈક કેટલી સફળ? આતંકીઓના કેમ્પની તબાહીના આ રહ્યાં 10 સબૂત

English summary
Pakistan Marine Security attacked on the Indian boats near Jakhau
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X