એર સ્ટ્રાઈક કેટલી સફળ? આતંકીઓના કેમ્પની તબાહીના આ રહ્યાં 10 સબૂત
એર સ્ટ્રાઈક કેટલી સફળ? કેમ્પની તબાહીના આ રહ્યાં 10 સબૂત
આતંકી ઠેકાણાઓને તબાહ કરાવવા માટે પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરવામાં આવેલ એરસ્ટ્રાઈકથી દેશની અંદર અને બહાર ઘમાસાણ મચ્યું છે. પાકિસ્તાન આ વાત માનવા માટે તૈયાર જ નથી કે તેમનું કંઈ નુકસાન થયું છે, તો બીજી બાજુ દેશમાં પણ કેટલાય એવા અવાજો ઉઠી રહ્યા છે જે પાકિસ્તાનમાં તબાહીના સબૂત માંગી રહ્યા છે. પરંતુ ગત દિવસોમાં કેટલીક વાતો એવી નીકળીને સામે આવી છે, જે આ વાતનું સબૂત આપે છે કે વાયુસેનાના એરસ્ટ્રાઈકથી આતંકનો અડ્ડો તબાહ જરૂર થયો છે.

1. નેશનલ ટેક્નિકલ રિસર્ચના સર્વેલાન્સથી ખુલાસો થયો છે કે જ્યારે બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી, તે સમયે ત્યાં 280થી વધુ મોબાઈલ એક્ટિવ હતા.
2. વાયુસેનાએ નિવેદન આપ્યું કે અમને જે ટાર્ગેટ મળ્યો હતો, અમે તેને ધ્વસ્ત કરી દીધો છે. વાયુસેનાનું મિશન 100 ટકા સફળ રહ્યું છે.
3. બાલાકોટમાં જે જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી ત્યાં જૈશ એ મોહમ્મદનો મદરેસા હતો. મદરેસા તાલીમ-ઉલ-કુરાનના વિદ્યાર્થીએ આ વાતની પુષ્ટિ પણ કરી હતી કે તેમણે 26મી ફેબ્રુઆરીની સવારે ત્યાં ધમાકા કર્યા હતા, જે બાદ પાકિસ્તાની સેનાએ તેમને સુરક્ષિ સ્થળે પહોંચાડી દીધા હતા.
4. એરસ્ટ્રાઈક બાદ જ્યારે સૌકોઈ સબૂત ગોતી રહ્યા હતા તો કેટલાક પાકિસ્તાની યૂઝર્સે ટ્વીટર પર લખ્યું હતું કે 26 ફેબ્રુઆરી બાદ તેમણે બાલાકોટમાં 10 એમ્બ્યુલન્સ પણ જોઈ હતી.
5. ન્યૂઝ એજન્સી રૉયટર્સે પણ દાવો કર્યો હતો કે કેટલાય સ્થાનક નિવાસીઓએ આ વાતની પુષ્ટિ કરી હતી કે તે મદરેસામાં જૈશનો આતંકી અડ્ડો છે અને ભારતીય વાયુસેનાએ તેમને ટાર્ગેટ બનાવ્યા. આ દરમિયાન તેમણે બોમ્બ બ્લાસ્ટનો અવાજ પણ સાંભળ્યો.
6. પાકિસ્તાની મીડિયાએ પણ પોતાના કેટલાય રિપોર્ટમાં દાવો કર્યો છે કે બાલાકોટમાં ભારતીય વાયુસેનાએ કાર્યવાહી કરી. જો કે તેમના મીડિયાએ દર વખતે એ જ જણાવ્યું કે ત્યાં વધુ નુકસાન નથી થયું.
7. કેટલાક મીડિયા રિપોર્ટે સ્થાનીય નિવાસીઓના હવાલાથી જણાવ્યું હતું કે ભારતની એરસ્ટ્રાઈક બાદ નજીકના જ સૈન્ય હોસ્પિટલ અને એબટાબાદના હોસ્પિટલમાં કેટલાય બેડ રિઝર્વ કરી દીધા હતા. જો કે કોઈપણ સરકારી પક્ષે આ વાતની પુષ્ટિ કરવાથી ઈનકાર કરી દીધો હતો.
8. પાકિસ્તાની સેનાએ એરસ્ટ્રાઈકના ઠીક બાદ વર્લ્ડ મીડિયાને બાલાકોટ લઈ જવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ એમપણ કહ્યું હતું કે તેઓ તુરંત નહિ બલકે એક દિવસ બાદ લઈ જશે. સ્પષ્ટ છે કે સેના ત્યાંથી સબૂત મિટાવવા ઈચ્છતી હતી. આ ઉપરાંત જ્યારે મીડિયાને જવા દેવામાં આવ્યા તો મદેસાના ક્ષેત્રથી બહુ દૂર સુધી જ જવા દેવાયા હતા.
9. એરસ્ટ્રાઈક બાદ જૈશ એ મોહમ્મદના કમાન્ડરનો એક ઑડિયો સામે આવ્યો હતો. જેમાં તેમણે એ વાત કબૂલી હતી કે ભારતના હુમલામાં તેમનો મોટો અડ્ડો તબાહ થયો છે. જો કે આ વાતની પુષ્ટિ કરે છે કે ભારતના હુમલાથી કેટલાય આતંકી માર્યા ગયા.
10. પાકિસ્તાન સંયુક્ત રાષ્ટ્રમાં ભારત વિરુદ્ધ બાલાકોટમાં વૃક્ષોને નુકસાન પહોંચાડવાને લઈ કાર્યવાહી કરી રહ્યું છે. જણાવી દઈએ કે જૈશનો અડ્ડો જંગલોમાં હતો, સ્પષ્ટ છે કે જો આતંકી અડ્ડા પર હાઈવ હુમલો થાય તો ત્યાં હાજર તમામ ઝાડ પર પણ તેની અસર પડશે.
આ પણ વાંચો- વિંગ કમાન્ડર અભિનંદનના વિમાન પર પાકિસ્તાની વિમાને છોડી હતી 5 મિસાઈલ
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી





Click it and Unblock the Notifications
