For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિંગ કમાન્ડર અભિનંદનના વિમાન પર પાકિસ્તાની વિમાને છોડી હતી 5 મિસાઈલ

અભિનંદન પર પાકિસ્તાની વિમાને છોડી હતી 5 મિસાઈલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 27મી ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં આવતા સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની એરફોર્સના 24 ફાઈટર જેટ દાખલ થયાં હતાં. જેમાં એફ-16 જેટ પણ હતા અને એક એફ-16 જેટને ભારતીય વાયુસેનાના પાયલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાને તોડી પાડ્યું હતું. એફ-16 તરફથી મિગ-21 પર મિસાઈલ પણ દાગવામાં આવી હતી. ન્યૂઝ એજન્સી એએનઆઈ તરફથી આપવામાં આવેલી જાણકારી મુજબ એફ-16 જેટ્સે પાંચથી છ મિસાઈલને 40-50 કિમીની દૂરીથી ફાયર કરી હતી.

ડૉગફાઈટમાં એફ-16 તોડી પાડ્યું

ડૉગફાઈટમાં એફ-16 તોડી પાડ્યું

પાછલા બુધવારે જમ્મુ અને કાશ્મીરના આકાશમાં ડૉગફાઈટ થઈ હતી. જેમાં વિંગ કમાન્ડરે એફ-16ને તોડી પાડ્યું હતું. પરંતુ આ દરમિયાન તેમના બાયસન એરક્રાફ્ટ પર પણ કેટલા હુમલા થયા. એફ-16ના પાયલટે ચારથી પાંચ એમરામ મિસાઈલ દાગી હતી અને આ મિસાઈલોના નિશાન સુખોઈ-30 અને મિગ-21 બાયસન એરક્રાફ્ટ હતા. પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમણે 27મી ફેબ્રુઆરીએ ભારત વિરુદ્ધ એફ-16 ફાઈટર જેટ્સનો ઉપયોગ નથી કર્યો.

જલદી જ બેનકાબ થયું પાકિસ્તાન

જલદી જ બેનકાબ થયું પાકિસ્તાન

સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ તે વિસ્તારોમાં સેના સર્ચ અભિયાન ચલાવી રહી છે જ્યાં એમામ મિસાઈલનો કાટમાળ પડવાની શક્યતા છે. એફ-16એ જે મિસાઈલ દાગી હતી તે બિયૉન્ડ વિઝ્યુઅલ રેન્જ એટલે કે બીવીઆર હતી. જો કે આ મિસાઈલે પોતાના બધા ટાર્ગેટ મિસ કરી દીધા હતા. આઈએએફ સૂત્રો તરફથી કહેવામાં આવ્યું છે કે એકવાર એમરામ મિસાઈલનો કાટમાળ મળી જાય કે પાકિસ્તાન પૂરી રીતે બેનકાબ થઈ જશે.

મિલેટ્રી ડેપોને નિશાન બનાવવાનું ષડયંત્ર

મિલેટ્રી ડેપોને નિશાન બનાવવાનું ષડયંત્ર

વિંગ કમાન્ડર અભિનંદન દુનિયાના એકમાત્ર પાયલોટ છે જેમણે મિગ-21થી એફ-16 જેવા એડવાન્સ અને ચોથી પેઢીના ફાઈટર જેટને ઠાર માર્યું હોય. પીએએફ તરફથી નૌશેરા સેક્ટરમાં સ્થિત ભારતીય મિલિટ્રી સંસ્થાનોને નિશાન બનાવવાની કોશિશ કરવામાં આવી હતી પરંતુ આ કોશિશ પૂરી રીતે નાકામ રહી હતી. જે જાણકારી સૂત્રોના હવાલાથી આપવામાં આવી છે તે મુજબ પીએએફના જેટ્સ બ્રિગેડ હેડક્વાર્ટર્સ, બટાલિયન હેડક્વાર્ટર્સ અને ઓઈલ ડિપોને નિશાન બનાવવાના ઉદ્દેશ્યથી જમ્મુ અને કાશ્મીરમાં દાખલ થયાં હતાં.

જૈશ પરના હુમલાથી વેરવીખેર થયું પાકિસ્તાન

જૈશ પરના હુમલાથી વેરવીખેર થયું પાકિસ્તાન

28મી ફેબ્રુઆરીએ સેનાની જોઈન્ટ પ્રેસ કોન્ફ્રન્સ થઈ હતી. આ કોન્ફ્રેન્સમાં આઈએએફ તરફથી એમરામ મિસાઈલના કેટલાક ભાગ દેખાડવામાં આવ્યા હતા. હવે સેના આ મામલે વધુ સબૂત રજૂ કરવાની તૈયારીમાં છે. ભારત તરફથી આ સબૂત ભારતમાં સ્થિત અમેરિકી રક્ષા અધિકારીઓને દેખાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અમેરિકાને પણ પોતાની ચિંતાઓથી નવી દિલ્હીએ અવગત કરાવી દીધા છે. આઈએએફ તરફથી 26મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશના ઠેકાણા પર હુમલા કર્યા હતા. આ હુમલાથી વેરવીખેર પાકિસ્તાને 27મી ફેબ્રુઆરીએ જમ્મુ અને કાશ્મીરમાં ભારતની વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું હતું.

સિદ્ધુએ પૂછ્યું, 'આતંકીઓ મારવા ગયા હતા કે પછી ઝાડ ઉખાડવા?' સિદ્ધુએ પૂછ્યું, 'આતંકીઓ મારવા ગયા હતા કે પછી ઝાડ ઉખાડવા?'

English summary
Pakistani fighter jet F-16 pilots fired 4-5 AMRAAMs at Indian planes from 40-50 km.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X