પાક. મરિન સિક્યોરિટી એજન્સિ દ્વારા 6 બોટનું અપહરણ
રવિવારે વહેલી સવારથી લઇને અત્યાર સુધીમાં પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સિ દ્વારા 6 બોટ અને 42 માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે.
ભારતીય જળ સીમા પાસેથી રવિવારે વહેલી સવારે પાકિસ્તાની મરીન સિક્યુરીટી એંજન્સી દ્વારા ત્રણ બોટને બંધક બનાવાવામાં આવી છે. આ પૈકી બે બોટ ઓખાની અને એક બોટ માંગરોળની છે. બોટમાં સવાર 18 જેટલા માછીમારોને પણ બંધક બનાવવામાં આવ્યા છે. તમામને કરાંચી બંદર લઇ જવામાં આવ્યા છે.

પાક.મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા બોટ સાથે માછીમારોના અપહરણ કરવામાં આવ્યું છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી દ્વારા રવિવારે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 બોટ અને 42 માછીમારોનું કર્યું અપહરણ કરવામાં આવ્યું છે. જેમાં એક બોટનું એન્જિન બંધ થતાં પાક.મરીને એક બોટ અને એક માછીમારને મુક્ત કરી દીધા હતા તથા બંધ પડેલી બોટનો કબ્જો મેળવી ભારતીય કોસ્ટ ગાર્ડે દ્વારા પોરબંદર લાવવામાં આવશે.












Click it and Unblock the Notifications
