IGC ગુજરાત સક્રિય, 300 કરોડના નાર્કોટિક્સ અને હથિયાર સાથે પાકિસ્તાની બોટ જપ્ત
ભારતીય કોસ્ટ ગાર્ડના જવાનોએ ગુજરાતમાં એક પાકિસ્તાની બોટ પકડી છે. આશરે 300 કરોડની કિંમતના 40 કિલો નાર્કોટિક્સ સહિત હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG ગુજરાત)ના જવાનોએ ગુજરાતમાં એક પાકિસ્તાની બોટ પકડી છે. આશરે 300 કરોડની કિંમતના 40 કિલો નાર્કોટિક્સ સહિત હથિયારો અને દારૂગોળો પણ જપ્ત કરવામાં આવ્યો છે. ભારતીય જળસીમામાં પ્રવેશેલી પાકિસ્તાની બોટમાં 10 ક્રૂ મેમ્બર સવાર હતા. ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે 25/26 ડિસેમ્બરની રાત્રિ દરમિયાન ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

ન્યૂઝ એજન્સી ANIએ જણાવ્યું કે, ICG ગુજરાતમાં ખૂબ જ સક્રિય છે અને આ સક્રિયતાને કારણે સફળતા મળી છે. ICG એ પાકિસ્તાન સાથે નેશનલ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL) પર તેનું જહાજ- ICGS અરિંજય તૈનાત કર્યું છે.
Indian Coast Guard (ICG) on the basis of intelligence input by ATS Gujarat has apprehended a Pakistani Boat with 10 crew in Indian waters carrying arms, ammunition and approx. 40 kgs of Narcotics worth Rs. 300 crores: Indian Coast Guard pic.twitter.com/oRCoCvX7fp
— ANI (@ANI) December 26, 2022
ICG દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ટીમે પાકિસ્તાની ફિશિંગ બોટ અલ સોહેલીને અટકાવી હતી. આશરે 40 કિલો નાર્કોટિક્સ અને 300 કરોડ રૂપિયાના હથિયારો અને દારૂગોળો જપ્ત કરવામાં આવ્યો હતો. 10 ક્રૂ મેમ્બર સાથેની બોટને અટકાવવામાં આવી છે. કબજે કરેલ મુદામાલ અને પકડાયેલ શખ્સોને વધુ તપાસ માટે ઓખા ખાતે લાવવામાં આવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
