પાલનપુરમાં દીપડાએ દેખા દેતા ગામલોકોમાં ફફડાટ

Subscribe to Oneindia News

બનાસકાંઠાના પાલનપુર નજીક આવેલા ઢેલાણ ગામમાં મોડી સાંજે અને સવારના સમયે દીપડો દેખા દેતા ગામલોકોમાં ડર ફેલાઈ ગયો છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, શિયાળાના સમયમાં સર્વત્ર ઠંડક વ્યાપી જતા સીમ અને ખેતર સાવ સૂમસામ થઈ જતા હોય છે અને અંધારુ વહેલુ થતા દીપડો કોઈના પર પણ હુમલો કરી શકે છે. આ શક્યતાને જોતા ગામ લોકોએ વન વિભાગને જાણ કરી હતી.

Palanpur

આ માહિતી મળતા જ વન વિભાગે દીપડાને પાંજરે પૂરવા કવાયત હાથ ધરી છે. તેમજ ગામની આસપાસ આવેલા એરંડા તથા કપાસના ખેતરોમાં પણ દીપડાની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. વિકરાળ જંગલી પ્રાણીઓને કારણે ગ્રામજનોને ઘણીવાર મુસીબતો ભોગવવી પડતી હોય છે. ઘોંઘાટને કારણે આવા પ્રાણીઓ શહેરમાં તો મોટેભાગે દેખા નથી દેતા, પરંતુ વિવિધ ગામડાઓમાં પ્રાણીઓનો આતંક જોવા મળે છે.

English summary
Palanpur villagers are scared after seeing a panther. Read more detail here.
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.