અમદાવાદ: માતાપિતાએ 13 વર્ષની માસૂમ દીકરીને દેહ વ્યાપારમાં ધકેલી, 8 લોકોએ કર્યો સામૂહિક બળાત્કાર

Subscribe to Oneindia News

અમદાવાદ પોલિસે ગુરુવારે 13 વર્ષની એક માસૂમ બાળકીને દેહવ્યાપારના ધંધામાંથી મુક્ત કરાવી. આરોપ એ છે કે આ બાળકી સાથે 8 લોકોએ ગેંગ રેપ કર્યો છે જેમાં ચાર વ્યક્તિ એક યુનિવર્સિટીના છાત્રો છે. પોલિસે જણાવ્યુ કે બાળકીએ પોતાના માતાપિતા પર જ વેશ્યાવૃત્તિમાં ધકેલવાનો આરોપ લગાવ્યો છે. સમગ્ર મામલાની તપાસ કરી રહેલી પોલિસે અત્યાર સુધીમાં 9 લોકોની ધરપકડ કરી છે જેમાં તેના માતાપિતા પણ શામેલ છે.

minor

પોલિસે 9 લોકોની ધરપકડ કરી

પોલિસના જણાવ્યા અનુસાર અમદાવાદ જિલ્લાનાના ધોળકા તાલુકાના એક ગામમાંથી એક 13 વર્ષંની સગીરાને મુક્ત કરાવવામાં આવી છે જ્યાં કથિત રીતે એના માતાપિતાએ જ તેને ગ્રાહક પાસે મોકલી હતી. મૂળ પંજાબનો આ પરિવાર દિલ્હીમાં રહેતો હતો અને આશંકા છે કે તે વેશ્યાવૃતિ રેકેટનો હિસ્સો છે જે એક સ્થળેથી બીજા સ્થળે જતા રહેતા હોય છે.

minor

14 નવેમ્બરથી ગુમ હતી સગીરા

પોલિસે જણાવ્યુ કે 21 નવેમ્બરે સગીરાના પરિવારે તેના ગુમ થયાની ફરિયાદ દાખલ કરાવી હતી અને જણાવ્યુ હતુ કે તેમની દીકરી 14 નવેમ્બરથી ગુમ છે. પોલિસને શરુઆતથી જ પરિવારની વાતો પર શંકા જણાઇ હતી. પૂછપરછ દરમિયાન તેમણે સ્વીકાર્યુ કે તેઓ જબરદસ્તીથી પોતાની દીકરી પાસે દેહવ્યાપાર કરાવતા હતા અને 14 નવેમ્બરે દીકરીને એક ગ્રાહક પાસે મોકલી હતી. ઝોન-6 ના ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યુ કે, 'ઘણી જગ્યાઓ પરથી મળેલી સૂચનાના આધારે અમે છાપા માર્યા અને બાળકીને શોધી લીધી.'

minor

ત્રણ કલાક સુધી કરતા રહ્યા જબરદસ્તી

પીડિત સગીરાએ પોલિસને જણાવ્યુ કે, '14 નવેમ્બરે ત્યાં 8 લોકો હતા. તેમણે ત્રણ કલાક સુધી મારી સાથે જબરદસ્તી કરી.' પોલિસે તપાસ કરતા માલૂમ થયુ કે 8 આરોપીઓમાંથી ચાર વ્યક્તિ એક યુનિવર્સિટીના છાત્રો છે અને બીએસસી કરી રહ્યા છે. પોલિસે ચારેયની ધરપકડ કરી લીધી છે. પોલિસે કહ્યુ કે અમે જ્યારે બાળકીને પોલિસ સ્ટેશન લઇને આવ્યા અને તેના માતાપિતા સામે લાવ્યા ત્યારે તેણે કહ્યુ કે તે એમને મળવા માંગતી નથી. તેના માતાપિતાએ છટ્ઠા ધોરણ પછી તેનું ભણતર બંધ કરાવી દીધુ હતુ અને તેને વેશ્યાવૃત્તિ માટે મજબૂર કરી હતી.

miron

અલગ અલગ રાજ્યોમાં દીકરીને લઇને ફરતા રહ્યા

પોલિસે જણાવ્યુ કે, 'તેના માતાપિતા વેશ્યાવૃત્તિના રેકેટનો હિસ્સો હતા જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઇને કામ કરે છે. દિલ્હી ઉપરાંત તે જયપુર અને અન્ય રાજ્યોમાં પણ બાળકીને લઇને ગયા હતા.' મામલાની તપાસ કરી રહેલા એક અધિકારીએ જણાવ્યુ કે આ મામલામાં ઓછામાં ઓછા ત્રણથી ચાર એજંટ શામેલ છે. જેમાંથી એક આરોપી ઘણા વર્ષો બાદ જેલમાંથી બહાર આવ્યો છે.

English summary
parents forced 13 year old into prostitution gangraped by 8 men in ahmedabad.
Please Wait while comments are loading...