પરેશ રાવલના કોંગ્રેસ પર ચાબખા, જુઓ વીડિયો

તેમણે લોકોને ગુજરાતમાંથી કોંગ્રેસ પાર્ટીને જ ઉખાડી ફેંખવાનું આહ્વાન કર્યું હતું. તેમણે જણાવ્યું આ 13મી તારીખે કોંગ્રેસનું તેરમું કરવાનું છે. અને કોંગ્રેસને એવી તમાચ મારવાની છે કે તે કદી ફરીને પાછી ગુજરાતમાં આવી ના શકે. તેમણે જણાવ્યું કે આ ચૂંટણી ઐતિહાસિક ચૂંટણી છે જેમાં નરેન્દ્ર મોદીને ઝંઘી બહુમતીથી વિજયી બનાવીયે અને 2014ની સામાન્ય ચૂંટણી માટે દિલ્હી મોકલીએ.
પરેશ રાવલે જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી માટે નરેન્દ્ર મોદીની તુલનામાં કોઇ નેતા નથી. તેમણે મોદીને શંકર ગણાવ્યા અને કહ્યું કે તેમણે આ કોંગ્રેસે આચરેલા ભ્રષ્ટાચાર, લૂંટ, કૌભાંડોના વિષને પી ગયા છે જનતા સુધી પહોચવા દીધું નથી.
પરેશ રાવલના ચાબખા જુઓ વીડિયોમાં....












Click it and Unblock the Notifications
