For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આઝાદી બાદ ગુજરાતની આ સીટ પર જે અત્યાર સુધી જીત્યુ તેની જ બની કેન્દ્રમાં સરકાર

ગુજરાતની વલસાડ લોકસભા સીટ એવી છે જ્યાંથી જે ઉમેદવાર ચૂંટણી જીતે છે તેની જ દિલ્લીમાં સરકાર બને છે.

|
Google Oneindia Gujarati News

ગુજરાતની વલસાડ લોકસભા સીટ એવી છે જ્યાંથી જે ઉમેદવાર ચૂંટણી જીતે છે તેની જ દિલ્લીમાં સરકાર બને છે. આ કોઈ જાદૂ નથી પરંતુ વર્ષો જૂની પરંપરા છે. 2014માં ભાજપના ઉમેદવાર જીત્યા હતા તો દિલ્લીમાં ભાજપની મોદી સરકાર આવી હતી. હવે 2019માં ભાજપના ઉમેદવારે વલસાડ સીટથી ચૂંટણી જીતી છે અને બીજી વાર ભાજપની મોદી સરકાર કેન્દ્રમાં આવવાની છે.

આ પણ વાંચોઃ બંપર જીત બાદ આનંદ મહિન્દ્રાએ પીએમ મોદીને ગણાવ્યા દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઆ પણ વાંચોઃ બંપર જીત બાદ આનંદ મહિન્દ્રાએ પીએમ મોદીને ગણાવ્યા દુનિયાના સૌથી શક્તિશાળી નેતા

વલસાડ સીટનો જાદૂ

વલસાડ સીટનો જાદૂ

વલસાડની એક પરંપરા છે કે જે ઉમેદવાર વિજેતા હોય છે તે પાર્ટીને કેન્દ્રમાં લાભ મળે છે. ભાજપ અને કોંગ્રેસ બંને જ આ બેઠક પર નજર રાખી રહ્યા હતા. ગુજરાતમાં સૌથી વધુ વોટિંગ પણ આ સંસદીય વિસ્તારમાં જ થયુ છે અને આનુ પરિણામ ભાજપના પક્ષમાં ગયુ છે. 2004 અને 2009માં વલસાડ સીટથી કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયા ગતા અને કેન્દ્રમાં સમર્થિક યુપીએ સરકાર બની હતી.

આ સીટનો અનોખો ઈતિહાસ

આ સીટનો અનોખો ઈતિહાસ

વલસાડની ખાસિયત એ છે કે 1962થી જે પાર્ટીના ઉમેદવાર અહીંથી જીત્યા છે તે પાર્ટીની કેન્દ્રમાં સરકાર બની જાય છે. કોંગ્રેસના ઉમેદવાર જીત્યા તો કોંગ્રેસે સરકાર બનાવી. જો જનતા દળના ઉમેદવાર જીત્યા તો જનતા દળે સરકાર બનાવી છે અને ભાજપના ઉમેદવાર જીત્યા ત્યારે ભાજપે સરકાર બનાવી છે. કોંગ્રેસના રાહુલ ગાંધી આ વખતે વલસાડ સીટથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરી. કોંગ્રેસના સોનેરી દિવસો દરમિયાન, 1957થી 1977 સુધી વલસાડથી નાનુભાઈ પટેલ અને ઉત્તમ પટેલ જીત્યા હતા. અર્જૂન પટેલે 1989માં જનતા દળથી જીત મેળવી હતી ત્યારે કેન્દ્રમાં જનતા મોરચાની સરકાર હતી. 1996-1999ના કાર્યકાળમાં ભાજપના મનુભાઈ ચૌધરી આ સીટથી જીત્યા અને કેન્દ્રમાં ભાજપ સમર્થિત એનડીએ સરકારનો ઉદય થયો હતો.

આ વખતે કોંગ્રેસ ન જીતી શકી

આ વખતે કોંગ્રેસ ન જીતી શકી

2004 અને 2009માં કેન્દ્રમાં એનડીએ સરકાર હતી ત્યારે વલસાડથી કોંગ્રેસ ઉમેદવાર કિશન પટેલ જીત્યા હતા. ગયા વર્ષે ભાજપના કે સી પટેલે ચૂંટણી જીતી હતી અને કેન્દ્રમાં મોદીન સરકાર હતી. વલસાડ સીટ પર જીત કોંગ્રેસ માટે ઐતિહાસિક સાબિત થઈ છે. ઈન્દિરા ગાંધી 1980માં ધરમપુરના લાલ ડુંગરી મેદાનમાં ઈન્દિરા ગાંધી, 1984માં રાજીવ ગાંધી અને 2004માં સોનિયા ગાંધી વલસાડના ધરમપુર સ્થિત લાલ ડુંગરી મેદાનમાં જનસભાઓને સંબોધિત કરી હતી. રાહુલ ગાંધીએ 2019માં અહીંથી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો હતો પરંતુ આ વખતે વલસાડ સીટ કોંગ્રેસ જીતી શકી નહિ.

આદિવાસી મતદારોથી ભરેલી છે વલસાડ સીટ

આદિવાસી મતદારોથી ભરેલી છે વલસાડ સીટ

વલસાડ સીટ આદિવાસી મતદારોથી ભરેલી છે. ઢોડિયા અને કુકનાની બે પેટા જાતિઓની રાજનીતિ લોકસભામાં જોવા નથી મળતી. વલસાડ જિલ્લાના શહેરી વિસ્તારોમાં ભાજપ બુલંદ છે જ્યારે ગ્રામીણ સમાજાં કોંગ્રેસની પકડ છે. આ વખતે વલસાડની બેઠકમાં ભાજપના કે સી પટેલે કોંગ્રેસના જીતુ ચૌધરીને 2,28,000 મતોથી હરાવ્યા છે. આ સીટ પર 52,000 સ્થાનિક મુસ્લિમો ઉપરાંત 40000 પરપ્રાંતિય મુસ્લિમો છતાં કોંગ્રેસના ઉમેદવાર ચૂંટણી હારી ગયા છે.

English summary
Party won in Valsad lok sabha seat made govt in center
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X