Patan News: નર્મદા યોજના હેઠળ સિંચાઈ માટે પાટણ જિલ્લાનો 2.02 લાખ હેક્ટર વિસ્તાર આવરી લેવાયો
Patan News: પાટણ જિલ્લામાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વતી વિગતો આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી હતી.
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, તારીખ 31 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, હારિજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના કુલ 202064 હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાની સિંચાઇ હેઠળ આવરી લેવામાં આવ્યો છે.
આ અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાંથી નર્મદા યોજના નહેર નેટવર્ક અંતર્ગત છ શાખા નહેરોનો સમાવેશ થાય છે.

મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, જે અંતર્ગત બોલેરા શાખામાં 38950 હેક્ટર, રાજપુરા શાખામાં 51448 હેક્ટર, અમરાપુરામાં 36246 હેક્ટર, ઝીંઝુવાડામાં 4312 હેક્ટર, રાધનપુર શાખામાં 47086 હેક્ટર અને કચ્છ શાખા નહેરમાં 24022 હેક્ટર એમ કુલ છ શાખા નહેરોનો સમાવેશ થાય છે. જેના દ્વારા કુલ 202064 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે.
વધુમાં, નર્મદા યોજના અંતર્ગત નક્કી થયેલા કમાન્ડ વિસ્તાર પૈકી સમગ્ર વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં આવ્યો છે, તેમ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.












Click it and Unblock the Notifications
