ખુરશી અને વાકબાણ વચ્ચે નીતિન પટેલને પાટીદારો સામ-સામે

Posted By:
Subscribe to Oneindia News

પાટણમાં મંગળવારે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં ગૌરવ યાત્રા નીકળી. મહેસાણા જે પાટીદારોનું ગઢ માનવામાં આવે છે ત્યાં ગૌરવ યાત્રા નીકળતા જ છમકલું થશે તે વાતની સંભાવનાઓ પહેલાથી જ હતી. અને સંભાવના મુજબ જ જેવું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાષણ આપવા આવ્યા તો દર્શકોએ જય સરદારના નારા લગાવીને ખુરશીઓ ઉછાળવા લાગી. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે ગણતરીના સમયમાં છે અને તેમ છતાં ભાજપના નેતાઓ મત માંગવા અને ગૌરવ યાત્રા નીકળામાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે જેમાંથી ખુદ નાયબ મુખ્યમંત્રી પણ બકાત નથી રહ્યા.

nitin patel

જો કે ખુરશી ઉછળતા પોલીસ દોડતી થઇ હતી અને યુવાનોને પકડવામાં આવ્યા હતા. પણ એક બાજુ જ્યાં પાટીદારોએ પાટીદાર વાળી કરી ખુરશી ઉછાળી તો બીજી તરફ નીતિન ભાઇ પટેલ પણ તેમના ભાષણમાં અનેક વાકબાણ પાટીદારો પર નાંખ્યા. નાયમ મુખ્યમંત્રી નીતિન પટેલે તેમના ભાષણમાં કહ્યું કે 2017ની ચૂંટણી પછી આ દેડકા ક્યાં જશે ખબર પણ નહીં પડે.

nitin patel

તેમણે કહ્યું કે તમારો જન્મ પણ નહતો થયો ત્યારથી હું પાટીદાર નેતા છું. અમે મહેસાણામાં અમદાવામાં શૈક્ષણિક સંસ્થાઓ ચલાવીએ છીએ. અને તેમ છતાં જ્યારે પોલીસ યુવાનોને પકડે છે તો પછી પાછળ મારા પર ફોન આવતા શરૂ થઇ જાય છે. સાથે જ આ ભાષણમાં નીતિન ભાઇ રાહુલ ગાંધી પર પણ નિશાનો તાંક્યો હતો. તેમણે કહ્યું કે રાહુલ ખાલી મંદિરે મંદિર ફરીને દેખાડો કરે છે.

English summary
Patan: Patidar hoarded chairs when Nitin Patel stood up for his speech in Gaurav Yatra.
Please Wait while comments are loading...