વડાવલી અથડામણ મામલે,પોલીસે 13 આરોપીઓને ઝડપ્યા

Subscribe to Oneindia News

પાટણ જિલ્લામાં ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે સામાન્ય બાબતે બે જૂથ સામ- સામે આવી ગયા હતા. જેને લઇ અસામાજિક તત્વોએ વડાવલી ગામના ૧૦૦ વધુ મકાનોમાં આગ લગાડવામાં આવી હતી. અને 30થી વધુ વાહનોમાં પણ આગ લગાડવામાં આવી હતી. વધુમાં જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. અને 10થી વધુ લોકો ઘાયલ થયા હતા. જેને લઇ પોલીસે ફરિયાદ નોંધી અસામાજિક તત્વો ઝડપી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા. પોલીસે દ્વારા વડાવલી પાસે આવેલ સુણસર ગામમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. અને આ કેસના આરોપમાં 13 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા.

riot gujarat patan

વધુમાં પોલીસ આવનારા દિવસોમાં પણ વધુ લોકોની અટક કરશે તેવું પણ પોલીસે જણાવ્યું છે. આરોપીને ઝડપથી પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવી આજુ-બાજુ ના ગામો અને ખેતરોમાં કોમ્બિંગ કર્યું હતું. અને અન્ય આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથધરી છે. જો કે આ ઘટના પછી હાલ ગામમાં શાંતિનો માહોલ છે. પણ ગ્રામજનોની માંગ છે ગામમાં શાંતિભંગ કરનારા આરોપીઓને પોલીસ ઝડપથી ઝડપી કડક કાર્યવાહી કરે.

English summary
Patan Riot case police arrested 13 people. Read here more on this news.
Please Wait while comments are loading...