જો હું દિલ્હીમાં હોવ તો આપને લીલાલેર હોય કે ના હોય?: મોદી

પાવી જેતપુર(વડોદરા), 26 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ગુજરાતભરમાં પોતાની રેલીઓ કરી રહ્યા છે. જેના ભાગ રૂપે મોદીએ વડોદરાના પાવી જેતપુરમાં રેલીને સંબોધીત કરી હતી, જેમાં તેમણે કોંગ્રેસ સરકાર પર એવા જ પ્રહાર કર્યા જેવા તેઓ કરતા આવ્યા છે.

મોદીએ અત્રે જણાવ્યું હતું કે મારા માટે તમે નવા નથી અને તમારા માટે હું નવો નથી. અનેક વર્ષો સુધી અત્રે રહીને મને કામ કરવાનો અવસર મળ્યો છે. મેં જીંદગીમાં પહેલી વાર હેલિકોપ્ટરમાં બેસવાનો આનંદ મને પાવી જેતપુરમાં મળ્યો હતો. 30-35 વર્ષ પહેલાની વાત છે, ત્યારે ખેતીમાં રોગચાળો હતો, હું અહીં ડો.વિમાવાળાને ત્યા રહેતો હતો ત્યારે હેલિકોપ્ટરમાંથી દવા છાંટવા માટે હું હેલિકોપ્ટરમાં બેઠો હતો.

આ ચૂંટણી દેશ માટે મહત્વની છે પરંતુ ગુજરાત માટે વધારે મહત્વની છે. હુ દેશ આખામાં ફરી રહ્યો છું કરોડો લોકોના આશિર્વાદ મને મળી રહ્યા છે. એક ગુજરાતી તરીકે તમને ગર્વ થાય કે આપણા ગુજરાતી છોકરાને આખો હિન્દુસ્તાન પ્રેમ કરી રહ્યો છે. આખો દેશ મને આજે પ્રેમ કરી રહ્યો છે તેનું કારણ હું નથી તેનું કારણ તમે છો. તમે મને આટલો બધો પ્રેમ કર્યો જેથી તેમને મારી કિંમત સમજાઇ.

મોદીનું રસપ્રદ ભાષણ વાંચો અને સાંભળો સ્લાઇડરમાં...

મા-બેટા ગબગોળા ચલાવે છે..

મા-બેટા ગબગોળા ચલાવે છે..

કાશીમાં લોકો આવ્યા તેમાં કોંગ્રેસને વાંધો પડ્યો. હતા કોણ થયું કેવી રીતે, હવે આ બધામાં તમે પડશો તો ઊંઘ નહી આવે. તેને હમજણ જ નથી પડતી કે ક્યાંથી શરૂ કરું અને ક્યાં જવું. તેની આવી નેતૃતહિન સ્થિતિ કોંગ્રેસના જીવનમાં ક્યારેય નહીં આવી હોય. હવે ચૂંટણીમાં તમે મને કહો ગુબ્બારા અને ટોફી હોય તે એવું લઇને ફરે છે. મા-બેટામાં ગબગોળા ચલાવવાની સ્પર્ધા ચાલી રહી છે.

કોંગ્રેસનું કામ મારે કરવું પડે છે.

કોંગ્રેસનું કામ મારે કરવું પડે છે.

આજે સવારે દમણ, સેલવાસ, દાદરાનગર હવેલીમાં જઇને આવ્યો, તેઓ પાણી આપી નથી શક્યા. એમ્બ્યુલન્સની સેવા તેઓ અહીં આપી શક્યા નહીં. ત્યાં ડાયરેક્ટ મા-બેટાની સરકાર ચલાવે છે તો પણ. 108ની સેવાઓ મારે ઉદારતાપૂર્વક આપવી પડે છે.

મોદીનો રાહુલને સણસતો જવાબ

મોદીનો રાહુલને સણસતો જવાબ

રાહુલ બાબા ગુજરાતમાં આવીને ગુજરાતના લોકોના આંખોમાં ધૂળ જોખવાનું કામ બંધ કરો. હવે તમારો મુકાબલો મોદીની સામે છે. તમે ગુજરાતમાં આવીને ગપ્પા મારો છો તેને બંધ કરો. તેમણે અમરેલીમાં લોકોને એવું કહ્યું કે મહિલાઓના મતદારો માટે ગપગોળુ ચલાવ્યું. રાહુલબાબા તમને ખ્યાલ ન હોય તો કાન ખોલીને સાંભળી લો આ ગુજરાતમાં ભાજપની સરકારે મહિલાઓને પંચાયતમાં, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયતમાં 50 ટકા અનામત કરેલું છે અને આ કાયદો અમે ત્રણ ત્રણ વાર વિધાનસભામાં પ્રસ્તાવ મૂકેલો છે પરંતુ કોંગ્રેસ દ્વારા મૂકેલા ગર્વનર જે પોતે સ્ત્રી છે તેઓ એ કાયદાને પાસ નથી કરતા.

દરેક ગુજરાતી પોતાને મોદી માને છે.

દરેક ગુજરાતી પોતાને મોદી માને છે.

આ ચૂંટણી એવી છે જેમાં ઉમેદવારો નથી લડતા, પાર્ટીઓ કે નેતાઓ નથી લડતા આ ચૂંટણી સવાસો ભારતીય ચૂંટણી લડી રહ્યો છે. મારો એકએક ગુજરાતી દલિત હોય, યુવાન હોય, કે વૃદ્ધ હોય દરેક એવું માને છે કે પોતે જ નરેન્દ્ર મોદી છે. ભારતીય જનતા પાર્ટી આદીવાસીઓમાં સૌથી વિશ્વસનિય પાર્ટી છે. સૌથી વધારે આદીવાસીઓએ ભારતીય જનતા પાર્ટીને તેમની સેવા કરવાની તક આપી છે.

કોંગ્રેસ આદીવાસીઓ માટે કંઇ કર્યું નથી

કોંગ્રેસ આદીવાસીઓ માટે કંઇ કર્યું નથી

આ મા-બેટાની કોંગ્રેસની રાજમાં મારે તેમને પૂછવું છે કે આઝાદીની લડતમાં શું આદીવાદીઓ ન્હોતા. 1857ની લડાઇ થઇ હતી ત્યારે દાહોદ, પંચમહાલ, કે જાંબુઘોડાના આદીવાસીઓએ અંગ્રેજોના નાકમાં દમ લાવી દીધો હતો. પરંતુ મા-બેટાને ખબર નથી કે એ વખતે આદીવાસીઓ હતા. પરંતુ 50 વર્ષ સુધી તેમણે સરકાર ચલાવી પરંતુ તેમણે આદીવાસીઓ માટે કોઇ કામ કર્યું નહીં. બાદમાં 50 વર્ષ બાદ જ્યારે અટલજીની સરકાર બની ત્યારે ભાજપે આદીવાદીઓ માટે અલગ મંત્રી, અલગ મંત્રાલય બનાવ્યું અને તેમના માટે અલગ કામો ફાળવ્યા. દિલ્હીમાં જે સરકાર આવે તે ગરીબોનું હિત કરનારી સરકાર બને.

રાહુલ ગરીબના ઘરે જઇને ફોટા પડાવે છે

રાહુલ ગરીબના ઘરે જઇને ફોટા પડાવે છે

તમારામાંથી કોઇને તાજમહાલ જોવાની ઇચ્છા થાય કે નહીં? જેમ તમે તાજમહેલ જોવાની ઇચ્છા થાય અને ત્યાં જઇને કેમેરા લઇને જાવ અને ફોટા પડાવો. એવી જ રીતે આપણા રાહુલ બાબા ગરીબોને જોવા માટે જાય અને તેમની સાથે ફોટા પડાવે છે. જે લોકો સોનાનો ચમચો લઇને પેદા થયા છે અને ઉનાળામાં ઉઘાળા પગે નીકળે અને કાકરો પગમાં વાગે ત્યારે કેવું ખૂંચે જેની તેમને ગથાગમ નથી તેઓ આગે ગરીબીના નામે વોટ માગવા નીકળ્યા છે. અરે હું તો ગરીબીમાં જન્મ્યો છું, મને ખબર છે કે ઘરમાં ચૂલો ના સળગે તો મા કેવી રોતી હતી તે હજીએ યાદ છે.

આ મા-બેટાની સરકાર તો ગઇ

આ મા-બેટાની સરકાર તો ગઇ

આ દેશની જનતાએ નિર્ણય કરી લીધો છે. હું આખા દેશમાં ફરું છું. અત્યાર સુધી જેટલું મતદાન થયું છે તેના પર હું કહી શકું છું કે આ મા-બેટાની સરકાર તો ગઇ, સોએ સો ટકા ગઇ અને બીજું કે એનડીએ સરકારનો પાયો આ મતદાનમાં બંધાઇ ગયો છે. ગુજરાતના માથે મજબૂત સરકાર બનાવવાનું કામ આવ્યું છે, અને એ તમારે કરવાનું છે. ગુજરાત પાસે હું આટલું માંગુ કે ના માંગુ?

આ ચૂંટણી સુરાજ્યના આંદોલનનો જુવાળ છે

આ ચૂંટણી સુરાજ્યના આંદોલનનો જુવાળ છે

કોઇ પણ રાજ્યમાં કોંગ્રેસનું ક્યાંય ખાતું ખોલાવાનું નથી. કોંગ્રેસના ઇતિહાસમાં આવી સ્થિતિ પહેલીવાર સર્જાઇ રહી છે. જેમ સ્વરાજના આંદોલનનો જુવાળ હતો તેમ આ ચૂંટણી સુરાજ્યના આંદોલનનો જુવાળ છે. અને તેમાંય જુવાનીયાઓ અને મહિલાઓએ કમાલ કરી દીધી છે. અને આ વખતની સરકાર મહિલાઓ અને જુવાનીયાઓ બનાવવાના છે. અને મારી કર્મભૂમિથી હું આહ્વાન કરું છું કે જુવાનીયાઓ સરકાર બનાવે.

ગુજરાતે રેકોર્ડબ્રેક મતદાન કરવાનું છે

ગુજરાતે રેકોર્ડબ્રેક મતદાન કરવાનું છે

આ વખતે તમારે એક રેકોર્ડ સર્જવાનો છે, અત્યાર સુધી ના થયું હોય એટલું મતદાન કરીને બતાવી દો. અને મા-બેટાની કોંગ્રેસનું એક પણ ખાતું ખોલવા નથી દેવાનું. આ વખતે એવું મતદાન કરો એવું મતદાન કરો કે દેશની સાથે સાથે કોંગ્રેસને પણ સુધરવાની જરૂર પડે. એવો ઇતિહાસ ગુજરાતે સર્જવાનો છે.

હું દિલ્હીમાં હોવ તો આપને લીલાલેર હશે.

હું દિલ્હીમાં હોવ તો આપને લીલાલેર હશે.

મોદીએ છેલ્લે ગુજરાતી કહેવત કહીને લોકોને શાણમાં સમજાવ્યા કે 'જો મોસાળમાં જમણવાર હોય અને મા પિરસનારી હોય તો પાંચે આંગળીઓ ઘીમાં હોય, તેમ હું દિલ્હીમાં હોવ તો આપને લીલાલેર હોય કે નહીં? બસ તો પછી કરો કંકુના...'

મોદીનું ભાષણ જુઓ વીડિયોમાં...

જો હું દિલ્હીમાં હોવ તો આપને લીલાલેર હોય કે ના હોય? મોદીનું ભાષણ જુઓ વીડિયોમાં...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X