
Gujarat: 'રાવણ'વાળા નિવેદન પર બોલ્યા શાહ- પીએમ મોદીના અપમાનનો જવાબ ગુજરાતની જનતા આપશે
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લઈને કરવામાં આવેલી વિવાદાસ્પદ 'રાવણ' ટિપ્પણીને ભાજપે મોટો મુદ્દો બનાવ્યો છે. આ પહેલા ગુરુવારે જ્યાં પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું ત્યાં ગૃહમંત્રી અમિત શાહે પણ ખડગેની ટિપ્પણીની ટીકા કરી હતી. શાહે કહ્યું, "ગુજરાતમાં કોંગ્રેસે જેટલી વખત વડાપ્રધાન વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો છે, જનતાએ મતપેટીમાં જવાબ આપ્યો છે. આ વખતે પણ ગુજરાતની જનતા મોદીજીના અપમાનનો જવાબ આપશે.કેન્દ્રીય ગૃહમંત્રીએ અમદાવાદમાં રોડ શો દરમિયાન આ વાત કહી હતી.

પીએમ મોદીએ આપી પ્રતિક્રીયા
આ પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં ચૂંટણી સભામાં કહ્યું હતું કે, 'કોંગ્રેસમાં હરીફાઈ ચાલી રહી છે કે કોણ મોદીનું સૌથી વધુ અપમાન કરે છે. પણ એક વાત લખી લો, જેટલો કાદવ ફેંકશો તેટલું કમળ ખીલશે.તેમણે કહ્યું કે કોંગ્રેસના નેતાઓએ આવા નિવેદનો બદલ ખેદ વ્યક્ત કર્યો નથી.

ખડગેએ શું કહ્યું હતુ?
તમને જણાવી દઈએ કે સોમવારે ગુજરાતમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતી વખતે ખડગેએ કહ્યું હતું કે તમામ ચૂંટણીઓમાં વડાપ્રધાન લોકોને 'તેમનો ચહેરો જોઈને મત આપવા' કહે છે. ખડગેએ પૂછ્યું હતું કે, 'શું તમે 100 માથાવાળા રાવણ જેવા છો?

BJPએ ગુજરાતના લોકોનુ અપમાન ગણાવ્યું હતુ
ભાજપે ખડેગીની ટિપ્પણીને ગુજરાતની જનતાનું અપમાન ગણાવી હતી. આ ટિપ્પણી સામે સખત વાંધો ઉઠાવતા મુખ્યમંત્રી પટેલે એક ટ્વીટમાં જણાવ્યું હતું કે, "કોઈપણ વિકાસના એજન્ડા અને લોકોના સમર્થન વિના, કોંગ્રેસ ગુજરાત અને ગુજરાતીઓ સાથે દુર્વ્યવહાર કરવા પર તત્પર છે." આપેલ નિવેદન ગુજરાતીઓ પ્રત્યેની તેમની નફરતનો પુરાવો છે. આવા વર્તન માટે ગુજરાતની જનતા આ વખતે પણ તેમને નકારી કાઢશે.