જનતા મંત્રીઓને મળીને રજૂઆત કરી શકશે, જાણો ક્યારે અને કેવી રીતે મળી શકાય છે
મંત્રીઓ દર મંગળવારે સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ સુધી સાસંદઓ, ધારાસભ્યઓ અને પદાધિકારીઓને મળીને સ્થાનિક રજુઆતો સાંભળશે
સમગ્ર મંત્રીમંડળના દ્વાર પ્રજાજનોની રજુઆતો સાંભળવા માટે દર સોમવારે ખુલ્લા રહેશે. રાજ્યમાં દર સોમવારે ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ ૧ અને ૨ ખાતેના મંત્રીશ્રીઓના કાર્યલાય ખાતે સવારે ૧૦:૩૦ વાગ્યાથી નાગરિકોની રજુઆતો સાંભળીને ન્યાય આપવાના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવશે.

જ્યારે દર મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી ૧૨:૩૦ કલાક સુધી સાસંદ સભ્યઓ, ધારાસભ્યઓ, પદાધિકારીઓ સાથે સ્થાનિક રજુઆતો સાંભળી જરૂરી કાર્યવાહી કરવા માટેની વ્યવસ્થા હાથ ધરવામાં આવશે.તદ્ઉપરાંત દર મંગળવારે બપોરે ૨:૩૦ વાગ્યેથી ધારાસભ્યઓ, સાસંદઓ અને પદાધિકારીઓ પોતાના મતવિસ્તારના સ્થાનિક પ્રજાજનો સાથે રજુઆતો સંબંધિત ચર્ચા કરશે.












Click it and Unblock the Notifications
