ગુજરાતમાં પણ જનતા અમને મોકો આપશેઃ AAP નેતા ઈસુદાન ગઢવી

ગુજરાતમાં પણ જનતા અમને મોકો આપશેઃ AAP નેતા ઈસુદાન ગઢવી

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિમામ આજે જાહેર થઈ રહ્યાં છે. પંજાબમાં કોંગ્રેસને મોટો ઝાટકો આપી આમ આદમી પાર્ટી બહુમતીથી સરકાર બનાવવા જઈ રહી છે. અર્લી ટ્રેન્ડ્સમાં પંજાબમાં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહ્યા છે. આમ આદમી પાર્ટીનું ઝાડું એવું ચાલ્યું કે પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહથી માંડીને તાત્કાલિન મુખ્યમંત્રી ચરનજીત સિંહ ચન્ની પણ પોતાની બંને સીટ પરથી ચૂંટણી હારી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીનો આ વિજય જોઈ AAPના કાર્યકરો ગેલમાં આવી ગયા છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના કાર્યકરોમાં પણ હરખ સમાતો નથી.

isudan gadhavi

આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ભાઈ ગઢવીએ કહ્યું કે, આ આમ આદમી પાર્ટીની જીત નથી, આ સામાન્ય લોકોની, પંજાબની જનતાની જીત છે. આ કેજરીવાલ મોડલની જીત છે. કેજરીવાલે દિલ્હીમાં જે સુવિધા આપી, જે કામો કર્યાં તેનું ફળ છે. દિલ્હીમાં શિક્ષણ મફત છે, પાણી મફત છે, આરોગ્ય મફત છે, બહારથી વીજળી લાવતા હોવા છતાં વીજળીમાં પણ 200-300 યૂનિટ ફ્રી આપે છે. આટલું બધું ફ્રી આપતા હોવા છતાં કેગના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે ભારતમાં દિલ્હી એકમાત્ર એવું રાજ્ય છે જે પ્રોફિટમાં છે બાકી બધા રાજ્યો નુકસાનમાં ચાલી રહ્યા છે. આટલી ઈમાનદારીથી અમારી કેજરીવાલ સરકારે કામ કર્યું છે.

ત્યારે ભગવંત માનની પણ જવાબદારી વધી જાય છે. હવે ભગવંત માને પણ અરવિંદ કેજરીવાલ બપર ખરું ઉતરવું પડશે, તેમણે પણ વિકાસના કામો કરવાં પડશે જેથી કરીને જનતાનો ભરોસો અમારા પર બન્યો રહે. ઈસુદાન ગઢવીએ આગળ કહ્યું કે, સાત વર્ષમાં બીજા રાજ્યમાં પૂર્ણ બહુમત વાળી સરકાર બની રહી છે. બંને રાજ્યોમાં મોટા-મોટા નેતાઓને હરાવીને આમ આદમી પાર્ટીએ પોતાની સત્તા સ્થાપવા જઈ રહી છે. એટલા માટે કે પંજાબની જનતાની અપેક્ષા હતી, અને આ ચૂંટણી મુદ્દા લડતું હતું, પંજાબની જનતા ચૂંટણી લડી રહી હતી. ગુજરાતની જનતા પણ અરવિંદ કેજરીવાલના મોડલની રાહ જોઈ રહી છે, ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની, આમ આદમી પાર્ટીની સરકારની રાહ જોઈ રહી છે, લાખો ખેડૂતો અમારી સરકારની રાહ જોઈ રહી છે કે આમ આદમી પાર્ટી આવીને કંઈક સારું કામ કરે. અમને એક વખત મોકો મળશે તો પછી જનતા ભાજપ- કોંગ્રેસને ભૂલી જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X