સિંહને જોવા મામલે કથાકાર મોરારીબાપુ વિરુદ્ધ હાઇકોર્ટમાં થઇ અરજી
ગુજરાત હાઇકોર્ટમાં કથાકાર મોરારી બાપુ વિરુદ્ધ કરવામાં આવી અરજી. તેમની પર જૂનાગઢમાં ગેરકાનૂની રીતે સિંહ જોવા મામલે અરજી કરવામાં આવી છે. જાણો આ અંગે વધુ અહીં.
ગુજરાતના જાણીતા રામકથાના કથાકાર તેવા મોરારીબાપુ વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. વકીલ ભનુ ઓડેદરાએ મોરારીબાપુ વિરુદ્ધ હાઇકોર્ટમાં આ અરજી કરી છે. અરજીમાં લખવામાં આવ્યું છે કે કથાકાર મોરારીબાપુએ જૂનાગઢના ગીર અભ્યારણમાં ગેરકાયદેસર રીતે સિંહના દર્શન કર્યા છે. સાથે જ અરજીમાં વન વિભાગના અધિકારી વિરુદ્ધ પણ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. નોંધનીય છે કે થોડા સમય પહેલા આસારામ બાપુ અને સિંહના ફોટો ગુજરાતના સોશ્યલ મીડિયા અને છાપામાં વાયરલ થયા હતા.

જેમાં મોરારીબાપુ અને કેટલી ગ્રામજનો જ્યાં બેઠા છે તેની પાસે જ સિંહ આરામ કરી રહ્યો હતો તેવું દેખાતું હતું. તસવીરોમાં સિંહ અને આસારામ બાપુ ખૂબ જ નજીકના અંતરે ઊભા હોય તેમ દેખાઇ રહ્યું હતું. ત્યારે આ તસવીરો અખબારો અને સોશ્યલ મીડિયામાં વાયરલ થતા આ આધાર પર જ હાઇકોર્ટમાં તે અંગે અરજી નાંખવામાં આવી છે. અને અરજી દ્વારા આ વાત અંગે વિરોધ નોંધાવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
