ગીર સોમનાથમાં મુસ્લીમ ધાર્મિક તોડી પાડવા સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ, જાણો શું છે સમગ્ર મામલો?
થોડા સમય પહેલા ગીર સોમનાથમાં આવેલી દરગાહ માંગરોળ શાહ બાબા, ઈદગાહ અને અન્ય કેટલાક બાંધકામોને કથિત ગેરકાયદેસર તોડી પાડવામાં આવ્યા હતા. જે બાદ આ અંગે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે.
આ અંગે ગીર સોમનાથના કલેક્ટર સહિત ગુજરાત સરકારના અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહીની માંગ કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે.
આ અરજીનો આજે ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (CJI) ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેચ સમક્ષ અન્ય અરજીઓ સાથે સુનાવણી કરવા માટેનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, જેની સુનાવણી બીજી બેચ દ્વારા કરવામાં આવી હતી.
આ બેચે 1 ઑક્ટોબર સુધી ડિમોલિશન પર રોક લગાવી છે. આ અરજીમાં ગુજરાત રાજ્યના અગ્ર સચિવ, કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, ગીર સોમનાથ એસપી સહિત અનેક અધિકારીઓ સામે કોર્ટના તિરસ્કારની કાર્યવાહી શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, સમસ્ત પટણી મુસ્લિમ સમાજ દ્વારા ગીર સોમનાથના કલેક્ટર અને અન્ય અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી છે.
અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે, સરકારી અધિકારીઓએ 28 સપ્ટેમ્બર, 2024ના રોજ કોઈપણ નોટિસ જાહેર કર્યા વગર મસ્જિદો, ઈદગાહ, મકબરો અને આ દરગાહના મુતવલ્લીઓના રહેણાંક સ્થાનો સહિત સદીઓ જૂના મુસ્લિમ ધાર્મિક સ્થળોને વહેલી સવારે કથિત રીતે ગેરકાયદેસર રીતે તોડી પાડ્યા છે.
આ અરજીમાં વધુમાં એવી દલીલ કરવામાં આવી છે કે, ગુજરાત સરકારના અધિકારીઓએ કોઈપણ પૂર્વ સૂચના આપ્યા વિના ડિમોલિશન કરીને 17 સપ્ટેમ્બરના સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, આ મામલો આજે જસ્ટિસ બીઆર ગવઈ અને કેવી વિશ્વનાથનની બેચ સમક્ષ સૂચિબદ્ધ છે.
આસામના 47 રહેવાસીઓ દ્વારા 17 સપ્ટેમ્બરના આદેશ બાદ કથિત ગેરકાયદેસર ડિમોલિશન સામે સુપ્રીમ કોર્ટમાં એક અલગ તિરસ્કારની અરજી દાખલ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે 17 સપ્ટેમ્બરના રોજ દેશમાં તેની પરવાનગી વગર કોઈ પણ ડિમોલિશન પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો. સર્વોચ્ચ અદાલતે બંધારણના અનુચ્છેદ 142 હેઠળ તેની વિશેષ સત્તાઓનો ઉપયોગ કરીને નિર્દેશ પસાર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, આ સ્ટે જાહેર રસ્તાઓ, ફૂટપાથ, રેલવે લાઈન, વોટરબોડી પરના અતિક્રમણને લાગુ પડશે નહીં.
જસ્ટિસ બીઆર ગવઈ અને કે. વી. વિશ્વનાથનની ખંડપીઠે શિક્ષાત્મક પગલા તરીકે ગુનાના આરોપી વ્યક્તિઓની ઈમારતોને તોડી પાડવાની વિવિધ રાજ્ય સરકારોની કથિત કાર્યવાહીને પડકારતી અરજીમાં આ નિર્દેશ આપ્યો હતો.












Click it and Unblock the Notifications
