Photo : વડોદરામાં ઘૂસ્યા પૂરનાં પાણી, તંત્રની નિષ્ફળતાથી લોકો ત્રાહીમામ
વડોદરા, 10 સપ્ટેમ્બર : ગુજરાતની સંસ્કાર નગરી વડોદરામાં વિશ્વામિત્રિના પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જતા લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા.
મંગળવાર 9 સપ્ટેમ્બરે વડોદરા અને તેની આસપાસના વિસ્તારોમાં માત્ર 36 કલાકમાં ખાબકેલા 10 ઈંચ વરસાદને પગલે વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી અનિયંત્રિત રીતે વધતા નદી ગાંડીતૂર બની હતી.
નદીમાં સતત વધી રહેલી પાણીની સપાટીને કારણે વડોદરા શહેર અને જિલ્લામાં પૂરનું સંકટ ઊભું થયું છે. વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટીએ ભયજનક ચિન્હ વટાવી દેતાની સાથે જ મંગળવારે બપોરથી નદીનાં પાણી શહેરમાં ઘૂસવાના શરૂ પણ થઈ ગયા હતા. જેના કારણે અનેક રહેણાંક સોસાયટીઓ, ઈમારતોમાં પાણી ફરી વળ્યા હતા.

સત્તાવાળાઓએ મહાઆફત આવી પડે તો લોકોને ઉગારવા માટે લશ્કરને સતર્ક કરી દીધું છે. શહેર વહીવટીતંત્રે સયાજીગંજ વિસ્તારમાં કાલાઘોડા બ્રિજ બંધ કરાવ્યો છે. કાલાઘોડા તરફ ન જવાની લોકોને ચેતવણી આપી દેવામાં આવી છે.
જોખમી જણાતા નિચાણવાળા વિસ્તારોમાંથી અંદાજે 5,000 લોકોનું સ્થળાંતર કરી દેવાયું હોવાના અહેવાલ છે. આ સાથે સાવચેતીના પગલાં માટે તંત્રએ લોકોને અત્યંત તાકીદના કામ વગર ઘરની બહાર ન નીકળવા સત્તાવાળાઓએ જણાવી દીધું છે. નદી કાંઠાની નજીકમાં રહેનારાઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે.
વડોદરાના ખોડિયારનગર ચાર રસ્તા, એરપોર્ટ પાસે આવેલી સિદ્ધાર્થપાર્ક સોસાયટી, વૈકુંઠ સોસાયટીના રસ્તા ઉપર કેડ ડૂબે તેટલાં પાણી ભરાયા છે. વિશ્વામિત્રી નદીની સપાટી સાંજે 28 ફૂટ પર પહોંચી ગઈ હતી અને રાત સુધીમાં 30 ફૂટે પહોંચી હતી. જ્યારે આજવા ડેમ તેની 214 ફૂટની લિમિટ વટાવીને 215.20 ફૂટે ઓવરફ્લો થતો હતો.
વડોદરામાં ગંભીર સ્થિતિને જોતા ગુજરાતનાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે સાંજે વડોદરાની સ્થિતિનો અંદાજ મેળવવા માટે શહેરની મુલાકાત લીધી હતી અને સર્કિટ હાઉસમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી. આનંદીબેન આજે સાંજે શહેરમાં જાહેર સભા યોજવાના હતા, પરંતુ પૂરની સ્થિતિને લીધે તે રદ કરી દેવામાં આવી હતી.
વડોદરામાં હાઈ એલર્ટ ઘોષિત કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અવંતિકા સિંહે આજે અને આવતી કાલે બે દિવસ માટે શાળા-કોલેજો બંધ રાખવાની સૂચના આપી દીધી છે.
પૂરના પાણીમાં ફસાયેલા વડોદરાની તસવીરો જોવા આગળ ક્લિક કરો...

1
વડોદરામાં ઘૂસ્યાં પાણી

2
વિશ્વામિત્રી બે કાંઠે થઇ

3
વિશ્વામિત્રિ છલકાઇ

4
વિશ્વામિત્રિ બની ગાંડીતૂર

5
લોકો પર કુદરતનો કહેર

6
લોકો પાણી ઉલેચીને થાક્યાં

7
પોશ વિસ્તારો પણ ઝપટમાં

8
રસ્તાઓ બન્યા સુમસામ

9
જીવન જરૂરિયાતની વસ્તુઓ મેળવવામાં મુશ્કેલી

10
અંડરપાસ પાણી ભરાતાં બંધ

11
રહેણાંક વિસ્તારોમાં વાહનો પાણીમાં ગરકાવ

12
રસ્તાઓ બન્યા મોતના કૂવા

13
રસ્તાઓ પર ટ્રાફિક જામ

14
રોગચાળાનો ભય

15
તંત્રની નિષ્ફળતા બહાર આવી












Click it and Unblock the Notifications
