ઇન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમા 15 દેશોના તબીબો જોડાયા

ગુજરાતમાં મેડિકલ ટૂરિઝમ અને મેડિકલ વેલ્યુ ટ્રાવેલમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સિવિલ મેડિસિટીમાં આવેલ 1200 બેડ મહિલા અને બાળ રોગની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ મેડિકલ વેલ્યુ ટ્રાવેલનું બેનમૂન ઉદાહરણ છે.

આ હોસ્પિટલમાં છેલ્લા 16 વર્ષથી ઈન્ડો-અમેરિકન બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપ હાથ ધરવામાં આવે છે. એવા બાળકો કે, જેઓને જન્મજાત પેશાબની કોથળીમા લીકેજની સમસ્યા હોય તેઓ આ પ્રકારના બાળકોની અત્યંત જટિલ સર્જરી આ વર્કશોપમાં નિષ્ણાતો દ્વારા હાથ ધરવામાં આવે છે.

Indo-American Bladder Astrophy Workshop

વર્ષ 2024ના પ્રારંભે યોજાયેલા બ્લેડર એસ્ટ્રોફી વર્કશોપમા 15 જેટલા વિવિધ દેશોમાંથી નિષ્ણાત તબીબો આવ્યા છે. જેમાં USA, કતાર, ઇઝરાયેલ, કેનેડા, ફિલિપાઇન્સ, કોલમ્બિયા, લેબનોન, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, આર્ઝેન્ટિના, ઘાના, ઇસ્ટોનિય, કેન્યા, ઇથોપિયા અને ભારતના તબીબોનો સમાવેશ થાય છે.

નેપાળ કેન્યા બાંગ્લાદેશ જેવા દેશો સહિત ભારતના 15 રાજ્યોમાંથી આવેલા બાળકોની આ બ્લેડર એસ્ટ્રોપીની સમસ્યા આ વર્કશોપમાં દૂર કરવામાં આવશે.

અત્રે નોંધનીય બાબત એ પણ છે કે, આ બ્લેડર રેસ્ટોફીની સર્જરી અંદાજિત સાત થી આઠ કલાક ચાલતી હોય છે. આમ લગભગ 160 જેટલા બાળકોને આ વર્કશોપમાં એક્ઝામ કરવામાં આવશે.

તેમાંથી અત્યંત ગંભીર સમસ્યા ધરાવતા અને તાકીદે જરૂરિયાત હોય તેવા જ બાળકોના આ બ્લેડર એસ્ટ્રોફીની સર્જરી કરીને તેમને સમસ્યામાંથી ઉગારવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X