For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પી.એમ. યશસ્વી યોજના ગાંધીનગરથી લૉંચ કરતા કેન્દ્રીય સામાજિક ન્યામ મંત્રી

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વિરેન્દ્ર કુમારે 'PM - YASASVI' યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સમાજ અને સરકારના સહયોગથી જ રાષ્ટ્ર આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બનશે. આ યોજના વિધાર્થ

|
Google Oneindia Gujarati News

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી વિરેન્દ્ર કુમારે 'PM - YASASVI' યોજના લોન્ચ કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમણે કહ્યું કે, સમાજ અને સરકારના સહયોગથી જ રાષ્ટ્ર આર્થિક અને સામાજિક રીતે સક્ષમ બનશે. આ યોજના વિધાર્થીઓને શિક્ષણમાં આર્થિક સહાયતા પૂરી પાડવાની સાથે કૌશલ્ય વિકાસ થકી તેમનું સશક્તિકરણ કરી રોજગારવાંછુ તરીકે નહીં પરંતુ રોજગારદાતા તરીકે આત્મનિર્ભર બનાવવામાં મદદરૂપ સાબિત થશે.

Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી PM યશસ્વી યોજનાનું લોન્ચીંગ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના સફળ સુશાસનમાં સામાજિક ન્યાય અને સશક્તિકરણ એ સરકારનો કાર્યમંત્ર બની ગયો છે
.
સર્વસમાવેશી-સર્વગ્રાહી અને પારદર્શી સુશાસનનું ઉત્તમ ઉદાહરણ આઠ વર્ષમાં લોકોએ જોયુ છે.આ સંદર્ભમાં તેમણે કહ્યુ કે સમાજના વંચિત, પછાત વર્ગો, આર્થિક રીતે પછાત વર્ગ અને ડી-નોટીફાઇડ જનજાતિના બાળકો-વિદ્યાર્થીઓને વિવિધ શિક્ષણ સહાય યોજનાનો લાભ અંડર વન અમબ્રેલા આપવાની પહેલ વડાપ્રધાને કરી છે. એટલું જ નહી દેશના લાખો વિદ્યાર્થીઓના યોગ્ય શિક્ષણ તેમજ કારકિર્દી ઘડતર માટે આ યોજના ખૂબ જ ઉપયોગી બનશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીએ દર્શાવ્યો હતો.

મુખ્યમંત્રીએ કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડૉ.વિરેન્દ્રકુમાર તથા રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી પ્રદીપભાઇ પરમાર, રાજ્ય કક્ષાના મંત્રી આર.સી. મકવાણા અને કેન્દ્ર સરકારના સચિવઓની ઉપસ્થિતિમાં આ યોજનાનું લોન્ચિંગ કર્યુ હતું.

મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તેમજ મહાનુભાવોના હસ્તે રાષ્ટ્રીય પછાત વર્ગ નાણાં અને વિકાસ નિગમના લાભાર્થીઓને લોન સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા તથા પીએમ - યશસ્વી યોજના અંગેની પુસ્તિકાનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે જણાવ્યુ કે, આ PM યશસ્વી યોજનાને પરિણામે વિદ્યાર્થીઓને સહાય સ્કોલરશિપ માટે સિંગલ પોઇન્ટ કોન્ટેક્ટ સહાય મળતી થશે. સાથોસાથ દેશભરમાં મૂળભૂત અભ્યાસક્રમ અને શિક્ષણના ધોરણો જાળવવામાં મહત્વપૂર્ણ મદદ થશે.

મુખ્યમંત્રીએ શિક્ષણ, સ્વાસ્થ્ય અને સુરક્ષાને વિકાસના મુખ્ય આધાર ગણાવતા જણાવ્યુ કે, ગુજરાત દરેક બાળક, યુવાનને ઉત્તમ શિક્ષણ આપી શિક્ષણ ક્ષેત્રે પણ રોલ મોડલ બનાવવાની નેમ રાખે છે.

ગુજરાત ડબલ એન્જિનવાળી સરકારના બેવડા લાભ મેળવી શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રોમાં આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો ધ્યેય પાર પાડશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો.

વડાપ્રધાનએ જનહિતલક્ષી યોજનાઓના સેચ્યુરેશનનો નવતર વિચાર આપ્યો છે ગુજરાતે સરકારની યોજનાઓ-પ્રોગ્રામોને ૧૦૦ ટકા લાભાર્થી સુધી પહોંચાડવાની નીતિ-રીતિ અપનાવી છે, તેમ તેમણે ઉમેર્યુ હતું.

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનામાં અત્યાર સુધીમાં ૩ લાખથી વધુ છાત્રોને ૧૩૧૮ કરોડની સહાય અપાઇ છે. તેની પણ ભૂમિકા મુખ્યમંત્રીશ્રીએ આપી હતીભૂપેન્દ્ર પટેલે ઉમેર્યુ કે, આ નવી PM યશસ્વી યોજના એક ભારત શ્રેષ્ઠ ભારતની નેમ પણ પાર પાડશે.

English summary
PM also released a booklet on successful schemes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X