આજે જ આ કામ કરી લો, નહીં તો નહીં આવે કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો
પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતો હવે 22માં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. નવેમ્બર 2025માં 21મો હપ્તો સફળતાપૂર્વક જમા થયા બાદ હવે વર્ષ 2026નો પ્રથમ હપ્તો ટૂંક સમયમાં જાહેર થશે. સરકાર દ્વારા ફેબ્રુઆરી અથવા માર્ચ 2026 દરમિયાન ખેડૂતોના ખાતામાં 2000 જમા કરવામાં આવે તેવી શક્યતા છે.

જો કે, કેન્દ્ર સરકારે નિયમોમા ફેરફાર કરીને અયોગ્ય લાભાર્થીઓના નામ લિસ્ટમાંથી દૂર કરવાની પ્રક્રિયા તેજ બનાવી દીધી છે. ઘણા ખેડૂતોના ખાતા હાલ હોલ્ડ પર મૂકવામાં આવ્યા છે, જેથી હપ્તો મેળવવા માટે સ્ટેટસ ચેક કરવું અનિવાર્ય છે. તમારી વિગતોમાં ભૂલ હશે તો 2000ની સહાય અટકી શકે છે, તેથી સમયસર ઓનલાઈન વિગતો સુધારી લેવી જરૂરી છે.
લાભાર્થી સૂચિમાં નામ જોવા માટે સૌથી પહેલા પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in પર લોગિન કરો. ત્યાં Beneficiary List પર ક્લિક કરી તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને ગામની વિગતો પસંદ કરીને લિસ્ટ જુઓ. જો આ યાદીમાં તમારું નામ દેખાય છે, તો જ તમને આગામી 22માં હપ્તાનો લાભ સીધો બેંક ખાતામાં મળશે.
વ્યક્તિગત સ્ટેટસ જાણવા માટે પોર્ટલ પર Know Your Status ના વિકલ્પનો ઉપયોગ કરી રજીસ્ટ્રેશન નંબર દાખલ કરો. અહીં તમારે મુખ્ય ત્રણ બાબતો જેવી કે ઈ-કેવાયસી, લેન્ડ સીડિંગ અને આધાર લિંકિંગની સ્થિતિ ખાસ તપાસવી જોઈએ. જો આ ત્રણેય વિગતોની સામે 'YES' અને લીલા રંગનું નિશાન હોય, તો તમારો હપ્તો સુરક્ષિત માનવામાં આવશે.
સરકારે સ્પષ્ટ કર્યું છે કે જે ખેડૂતોનું e-KYC બાકી હશે તેમને આગામી સમયમાં આર્થિક સહાયનો લાભ નહીં મળે. તમે નજીકના સીએસસી સેન્ટર પર જઈને અથવા પીએમ કિસાન એપ દ્વારા ઘરે બેઠા ફેસ ઓથેન્ટિકેશન કરી શકો છો. ચોક્કસ તારીખની જાહેરાત પહેલા આ તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી ખેડૂતો માટે હિતાવહ છે જેથી નાણાં અટકે નહીં.












Click it and Unblock the Notifications
