PM મોદીએ ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વીડિયો સંદેશથી સંબોધિત કર્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખોડલધામ ટ્રસ્ટ-કેન્સર હોસ્પિટલના શિલાન્યાસ સમારોહને વીડિયો સંદેશ દ્વારા સંબોધિત કર્યો

અહીં સંબોધન કરતાં વડાપ્રધાને ખોડલ ધામની પવિત્ર ભૂમિ અને ખોડલ માના ભક્તો સાથે જોડાવા માટે ખૂબ જ ગૌરવ વ્યક્ત કર્યું.

PM Modi

પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, શ્રી ખોડલધામ ટ્રસ્ટે અમરેલીમાં કેન્સર હોસ્પિટલ અને સંશોધન કેન્દ્રના શિલાન્યાસ સાથે લોક કલ્યાણ અને સેવાના ક્ષેત્રમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સિવાય પીએ મોદીએ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ તેની સ્થાપનાના 14 વર્ષ પૂર્ણ કરશે અને તેમની શુભેચ્છાઓ પાઠવી.

પીએમ મોદીએ જણાવ્યુ કે, લેઉવા પાટીદાર સમાજે 14 વર્ષ પહેલા સેવા, મૂલ્યો અને સમર્પણના સંકલ્પ સાથે ખોડલધામ ટ્રસ્ટની સ્થાપના કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, ટ્રસ્ટે તેની સેવા દ્વારા લાખો લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું કામ કર્યું છે. શિક્ષણનું ક્ષેત્ર હોય, ખેતીનું હોય કે આરોગ્યનું, આ ટ્રસ્ટે દરેક દિશામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી છે.

વડાપ્રધાને વિશ્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું કે અમરેલીમાં નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલ સેવાની ભાવનાનું વધુ એક ઉદાહરણ બનશે અને તેનો ઘણો લાભ થશે.

કેન્સર જેવા ગંભીર રોગની સારવાર કોઈપણ વ્યક્તિ અને પરિવાર માટે એક મોટો પડકાર બની જાય છે તેની નોંધ લેતા વડાપ્રધાને જણાવ્યું હતું કે સરકાર એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે કોઈ પણ દર્દીને કેન્સરની સારવારમાં મુશ્કેલી ન પડે.

આ વિચાર સાથે વડાપ્રધાને કહ્યું કે, છેલ્લા 9 વર્ષમાં દેશમાં લગભગ 30 નવી કેન્સર હોસ્પિટલો વિકસાવવામાં આવી છે અને 10 નવી કેન્સર હોસ્પિટલો પર કામ ચાલી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X