For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદીએ આપી વાલ્મીકિ જયંતિની શુભકામના, પુણ્યતિથિ પર ઈન્દિરા ગાંધીને કર્યા નમન

રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વાલ્મીકિ જયંતિના પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે વાલ્મીકિ જયંતિના પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી. તેમણે ટ્વિટ કરીને લખ્યુ છે કે, 'વાલ્મીકિ જયંતિ પર તમને સહુને ખૂબ-ખૂબ શુભકામનાઓ. સામાજિક સદભાવ, સમાનતા અને ન્યાય પર આધારિત તેમના આદર્શ વિચારો દેશવાસીઓને સદૈવ પ્રેરિત કરતા રહેશે.' તમને જણાવી દઈએ કે મહર્ષિ વાલ્મીકિએ સંસ્કૃતમાં મહાકાવ્ય રામાયણની રચના કરી હતી. દર વર્ષે શરદ પૂર્ણિમાવાળા દિવસે મહર્ષિ વાલ્મીકિની જયંતિ મનાવવામાં આવે છે. આ પ્રસંગે દેશભરમાં લોકો પૂજા અર્ચના કરે છે. વાલ્મીકિ સમાજના લોકો વાલ્મીકિ શોભા યાત્રા કાઢે છે.

pm modi

પોતાના ટ્વિટ સાથે પીએમ મોદીએ એક વીડિયો પણ શેર કર્યો છે જેમાં તે કહી રહ્યા છે, 'હું મહર્ષિ વાલ્મીકિને નમન કરુ છુ. આ ખાસ પ્રસંગ માટે દેશવાસીઓને હાર્દિક શુભકામના પાઠવુ છુ. મહર્ષિ વાલ્મીકિના વિચારો કરોડો લોકોને પ્રેરિત કરે છે. શક્તિ પ્રદાન કરે છે. તે લાખો કરોડો ગરીબો અને દલિતો માટે ખૂબ મોટી આશા છે. તેમની અંદર આશા અને વિશ્વાસનો સંચાર કરે છે. તે કહે છે કે કોઈ પણ મનુષ્યની ઈચ્છા શક્તિ જો તેની સાથે હોય તો તે કોઈ પણ કામ ખૂબ સરળતાથી કરી શકે છે. આ ઈચ્છાશક્તિ જછે જે ઘણા યુવાનોને અસાધારણ કાર્ય કરવાની શક્તિ આપે છે. મહર્ષિ વાલ્મીકિએ સકારાત્મક વિચાર પર જોર આપ્યુ. તેમના આચાર, વિચાર અને આદર્શ આજે આપણા ન્યૂ ઈન્ડિયાના સંકલ્પ માટે પ્રેરણા પણ છે અને દિશા-નિર્દેશ પણ છે. આપણે મહર્ષિ વાલ્મીકિ પ્રત્યે સદૈવ કૃતજ્ઞ રહીશુ કે તેમણે આવનારી પેઢીના માર્ગદર્શન માટે રામાયણ જેવા મહાગ્રંથની રચના કરી.'

એક અન્ય ટ્વિટમાં પ્રધાનમંત્રી મોદીએ દેશના પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી છે તેમણે ઈન્દિરા ગાંંધીની 36મી પુષ્ણતિથિના દિવસે ટ્વિટ કર્યુ છે, 'આપણા પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ.' ઈન્દિરા ગાંધી ભારતના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતા. આજના દિવસે વર્ષ 1984માં તેમની હત્યા કરી દેવાાં આવી હતી. તે જાન્યુઆરી 1966થી માર્ચ 1977 સુધી પ્રધાનમંત્રી પદે રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 1980માં તે ફરીથી પ્રધાનમંત્રી બન્યા. આ ઉપરાંત ઈન્દિરા ગાંધી 1959થી 1960 સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ પણ રહ્યા હતા.

સ્ટેચ્યુ ઑફ યુનિટીથી PM મોદીઃ કોરોનાથી મોટા દેશો હારી ગયા, ભારતીયોની એકતાએ સામનો કર્યોસ્ટેચ્યુ ઑફ યુનિટીથી PM મોદીઃ કોરોનાથી મોટા દેશો હારી ગયા, ભારતીયોની એકતાએ સામનો કર્યો

English summary
pm modi congratulate people on valmiki jayanti and tribute former pm indira gandhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X