Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Gujarat News: 31 ઓક્ટોબરે એકતાનગર ખાતે દિલ્હી જેવી જ ભવ્ય પરેડનું આયોજન, જાણો વઘુ વિગત

Gujarat News: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં, 31 ઓક્ટોબરના રોજ એકતાનગર (સ્ટેચ્યૂ ઓફ યુનિટી) ખાતે 'એક ભારત શ્રેષ્ઠ ભારત'ની ભાવના ઉજાગર કરતી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, PM નરેન્દ્ર મોદી બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને આ ઉજવણીમાં સહભાગી થશે.

Statue of Unity

દિલ્હી જેવી જ ભવ્ય 'મૂવિંગ પરેડ'નું આયોજન

આ વર્ષે સરદાર સાહેબની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી ખાસ અને શાનદાર બનાવવામાં આવી છે.

  • ભવ્ય પરેડ: દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસે યોજાતી પરેડની પેટર્ન પર, એકતાનગર ખાતે પ્રથમ વખત ભવ્ય 'મૂવિંગ પરેડ'નું આયોજન કરવામાં આવ્યું છે.
  • સહભાગી ટુકડીઓ: આ પરેડમાં BSF, CISF, CRPF સહિત કુલ 16 કન્ટીજન્ટ્સ (વિવિધ રાજ્યોની પોલીસ અને સેન્ટ્રલ ફોર્સિસ) જોડાશે.
  • વીર જવાનોનું સન્માન: 'ઓપરેશન સિંદૂર'ના BSFના 16 અને CRPFના પાંચ શૌર્ય ચક્ર વિજેતા બહાદુર જવાનો પણ ખુલ્લી જીપ્સીમાં પરેડમાં જોડાશે.
  • સાંસ્કૃતિક ઝાંખી: વિવિધ રાજ્યોની સાંસ્કૃતિક વિરાસતની ઝાંખી કરાવતા કાર્યક્રમો અને રાજ્યોની સિદ્ધિઓ દર્શાવતા 'એકત્વ' થીમ આધારિત 10 ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવશે.

PM મોદી ₹1219 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન-શિલાન્યાસ કરશે

PM મોદી તા. 30 અને 31 ઓક્ટોબરે કેવડિયાના પ્રવાસે રહેશે અને ગુજરાતને ₹ 1219 કરોડથી વધુના વિવિધ માળખાગત અને વિકાસ પ્રોજેક્ટ્સની ભેટ આપશે:

પ્રોજેક્ટનો પ્રકાર - કુલ રકમ (આશરે) - મુખ્ય પ્રોજેક્ટ
શિલાન્યાસ (ખાતમુહૂર્ત) - ₹ 700 કરોડથી વધુ - ₹ 367 કરોડના ખર્ચે નિર્માણ થનાર 'ધ મ્યુઝિયમ ઓફ રોયલ કિંગડમ્સ ઓફ ઇન્ડિયા'
ઉદ્ઘાટન (લોકાર્પણ) - ₹ 519 કરોડથી વધુ - ₹ 303 કરોડના ખર્ચે નિર્મિત 'બિરસા મુંડા ભવન' નું ઉદ્ઘાટન

PM મોદીના કાર્યક્રમની મુખ્ય ઝલક

30 ઓક્ટોબરે સાંજે 5.30 કલાકે વડોદરાથી એકતાનગર પહોંચી ઈ-બસોને લીલી ઝંડી આપશે.

સરદાર સાહેબની 150મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં સ્મૃતિ સિક્કા અને ટપાલ ટિકીટનું અનાવરણ કરશે.

PM મોદીનો આ પ્રવાસ કેવડિયાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ સુદ્રઢ ઓળખ આપવા સાથે-સાથે વિકાસના પંથે આગળ વધારશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X