Navsari Accident: PM મોદીએ નવસારી દૂર્ઘટના પર વ્યક્ત કર્યો શોક, બે-બે લાખ આર્થિક મદદની ઘોષણા

નવસારી જિલ્લામાં આજે સવારે બનેલ ગમખ્વાર અકસ્માતના મૃતકોના પરિવારજનોને 2 લાખનુ વળતર અને ઘાયલોને 50 હજારની ઘોષણી પીએમ મોદી દ્વારા કરવામાં આવી છે.

Navsari Accident: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 ડિસેમ્બરની સવાર નવસારીમાં બનેલા ગમખ્વાર અકસ્માતમાં થયેલ જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દૂર્ઘટનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોને બે-બે લાખ રુપિયાનુ વળતર આપવાની ઘોષણા કરી. સાથે જ ઘાયલોને 50,000 રુપિયા આપવાની પણ ઘોષણા કરી. આ અંગેની માહિતી પીએમઓ કાર્યાલય તરફથી આપવામાં આવી છે.

pm modi

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે ગુજરાતના નવસારીમાં થયેલા માર્ગ અકસ્માતમાં લોકોના મોતથી તેઓ દુઃખી છે. મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે છે. હું આશા રાખુ છુ કે અકસ્માતમાં ઘાયલ થયેલા જલ્દી સ્વસ્થ થઈ જાય. પ્રધાનમંત્રી રાહત કોષ તરફથી દરેક મૃતકના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે.

આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શોક વ્યક્ત કર્યો હતો અને કહ્યુ હતુ કે ગુજરાતના નવસારીમાં થયેલ માર્ગ અકસ્માત અત્યંત હૃદયદ્રાવક છે. આ દૂર્ઘટનામાં જેમણે પોતાના પરિવારોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને તાત્કાલિક સારવાર આપી રહ્યુ છે, હું તેમના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરુ છુ.

તમને જણાવી દઈએ કે ગુજરાતના નવસારીમાં શનિવારે વહેલી સવારે એક લક્ઝરી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માતની જાણ થતાં પહોંચેલી પોલીસે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કર્યા હતા. તમામ મૃતદેહોને કબજામાં લેવામાં આવ્યા હતા અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા.

અકસ્માત અંગે માહિતી આપતા નવસારીના ડેપ્યુટી એસપી વીએન પટેલે જણાવ્યુ હતુ કે, આજે સવારે અમદાવાદ-મુંબઈ હાઈવે નજીક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે જેમાંથી એકની હાલત ગંભીર છે અને તેને સુરત રિફર કરવામાં આવ્યો છે. અકસ્માતના કારણ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જો કે, એવુ કહેવામાં આવી રહ્યુ છે કે સવારે વલસાડ તરફથી આવી રહેલી ફોર્ચ્યુનર કારના ડ્રાઇવરને અચાનક હાર્ટ એટેક આવ્યો અને તેણે કાર પરનો કાબૂ ગુમાવી દીધો. આ પછી એસયુવી ડિવાઈડર ઓળંગીને સામેથી આવતી બસ સાથે અથડાઈ હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X