પીએમ મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં થયા વિલીન, પીએમ મોદીએ આપી મુખાગ્નિ

PM મોદીના માતા હીરાબા પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. પીએમ મોદીએ તેમને મુખાગ્નિ આપી.

Heeraben Modi Passes Away: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીનુ પાર્થિવ શરીર પંચમહાભૂતમાં વિલીન થઈ ગયુ છે. આજે એટલે કે શુક્રવારે સવારે 3.30 વાગે હાર્ટ એટેક આવવાથી તેમનુ નિધન થઈ ગયુ હતુ. પીએમ મોદી અંતિમ યાત્રામાં સામેલ થવા પોતાના ગાંધીનગર સ્થિત ઘરે પહોંચીને પાર્થિવ શરીરને કાંધ આપી અને આખરે મુખાગ્નિ આપીને માતાને અંતિમ વિદાય આપી.

heeraba modi

હીરાબાની અંતિમ વિદાય સમયે પીએમ મોદી સાથે તેમના ભાઈ અને પરિવારના અન્ય સભ્યો પણ હાજર હતા. જે તેમના માટે સૌથી ભાવુક ક્ષણ હતી. મુખાગ્નિ આપતી વખતે પીએમ મોદી ઘણા ભાવુક અને શાંત દેખાયા. ઉલ્લેખનીય છે કે હીરાબેન મોદીની તબિયત મંગળવારે અચાનક ખરાબ થઈ જતા તેમને અમદાવાદની યુએન મહેતા હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. હીરાબાને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. પીએમ મોદીએ અમદાવાદ આવી માતાની ખબર પૂછી હતી. હૉસ્પિટલમાં દોઢ કલાક રોકાયા હતા અને બાદમાં દિલ્લી પાછા આવી ગયા હતા. ગુરુવારે હૉસ્પિટલ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે હીરાબેનની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ આજે સવારે હીરાબેનને હૃદયરોગનો હુમલો આવતા તેમનુ નિધન થયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X