For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વડોદરામાં ભાવુક થયા પીએમ મોદી, કહ્યું- આજે હું તેમને મળ્યો જેમના હાથની મે રોટલી ખાધી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17-18 જૂન સુધી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. PM મોદી શુક્રવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. આજે સવારે 9 કલાકે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે નવનિર્મિત મહાકાળી માતાના મંદિરે પૂજા-અર્ચના કરી હતી. આ પ

|
Google Oneindia Gujarati News

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 17-18 જૂન સુધી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. PM મોદી શુક્રવારે સાંજે અમદાવાદ પહોંચ્યા હતા. આજે સવારે 9 કલાકે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે નવનિર્મિત મહાકાળી માતાના મંદિરે પૂજા-અર્ચના કરી હતી. આ પછી વડાપ્રધાન મોદીએ નવા મંદિરમાં ધ્વજારોહણ કર્યું હતું. પીએમએ કહ્યું કે પાવાગઢ સાર્વત્રિક સમરસતાનું કેન્દ્ર રહ્યું છે. 11.30 PMએ હેરિટેજ ફોરેસ્ટની યાત્રા કરી. આ પછી પીએમ મોદીએ વડોદરામાં 12 વાગે ગુજરાત ગૌરવ અભિયાનમાં ભાગ લીધો હતો. PM નરેન્દ્ર મોદીએ 16,000 કરોડ રૂપિયાથી વધુના રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. આ ઉપરાંત ગુજરાત સેન્ટ્રલ યુનિવર્સિટીનો શિલાન્યાસ પણ કરવામાં આવ્યો હતો.

PM Modi

પીએમ મોદી જુના કાર્યકરો અને ઓળખીતાઓને યાદ કરતી વેળાએ ભાવુક થયા હતા. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે પીએમ મોદી કહ્યું આજે એવી માતાઓને મને નમન કરવા મળ્યું જેમના હાથે મેં રોટલી ખાધી હતી. વડોદરામાં પીએમ મોદીની રેલીમાં ઘણા જુના મહિલા કાર્યકરો પણ આવ્યાં હતા. પીએમ મોદી જ્યારે સંઘના કાર્યકર હતા ત્યારે તેમણે કેટલીક માતાઓએ તેમની રોટલી ખવડાવી હતી તે પ્રસંગને આજની રેલીમાં યાદ કરતા પીએમ મોદી ભાવુક બન્યા હતા.

પીએમ મોદીએ કહ્યું કે અમારી ડબલ એન્જિન સરકારે છેલ્લા 8 વર્ષમાં મહિલાઓને સશક્ત બનાવી છે. ભારતના વિકાસ માટે તેમનું સશક્તિકરણ જરૂરી છે. આજે સેનાથી લઈને ખાણો સુધી મહિલાઓના કલ્યાણને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવામાં આવી રહી છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં મોટા પાયે આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાખો પરિવારોને પાક્કા મકાન આપવામાં આવ્યા છે. મારો આગ્રહ રહે છે કે મકાન મહિલાના નામે જ હોય, જેના કારણે એવું કહી શકાય કે દેશની લાખો મહિલાઓ લખપતિ બની ગઈ. આ તમારા દીકરાએ દેશની માતાઓને સંપત્તિ અપાવી.

English summary
PM Modi got emotional in Vadodara, said- Today I met Them whose hand I ate Roti
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X