Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

PM Modi Gujarat Visit: 15 નવેમ્બરે PM મોદી આવશે ગુજરાત, 8400 કરોડના વિકાસ લક્ષી પ્રકલ્પોની આપશે ભેટ

ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નર્મદાના ડેડિયાપાડા ખાતે, PM મોદી દેવમોગરા માતાજીના દર્શનાર્થે પણ જશે, આદિજાતિ ગૌરવ યાત્રામાં 5.95 લાખ લોકો જોડાયા.

PM Modi Gujarat Visit

PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં અધ્યક્ષતા કરશે. આ અવસરે PM રાજ્યને ₹8,400 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે.

દેવમોગરા માતાજીના દર્શન અને કાર્યક્રમની સમીક્ષા

વિકાસ કાર્યોની ભેટની સાથે, PM મોદી આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન દેવમોગરા માતાજીના દર્શન કરવા માટે પણ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વડાપ્રધાનના સમગ્ર કાર્યક્રમની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.

'વિરાસત ભી વિકાસ ભી'ના મંત્રને સાર્થક

પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને હંમેશા સમાજના છેવાડાના, વંચિત અને આદિજાતિ સમુદાયોને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો કર્યા છે.

તેમણે આદિજાતિના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનને બિરદાવીને 'વિરાસત ભી વિકાસ ભી'ના મૂળ મંત્રને સાર્થક કર્યો છે.

આઝાદીના દાયકાઓ સુધી આદિજાતિઓની ઉપેક્ષા થતી રહી હતી, ત્યારે PM મોદીએ આ સમાજના વિકાસ અને ગૌરવ વધારવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે.

વર્ષ 2021થી, 15 નવેમ્બર, ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને સમગ્ર દેશમાં 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.

જનજાતિય ગૌરવ યાત્રાને જનતાનો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ

ભગવાન બિરસા મુંડાની 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે, CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના 14 આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ યાત્રા બે રૂટમાં (એક અંબાજીથી અને બીજી ઉમરગામથી) 7 થી 13 નવેમ્બર સુધી યોજાઈ રહી છે.

પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે આ બંને રૂટની યાત્રાઓને રાજ્યના નાગરિકો તરફથી ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો છે અને યાત્રા દરમિયાન અંદાજે 5.95 લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X