PM Narendra Modi News: PM મોદી 15 નવેમ્બરના ફરી ગુજરાતના પ્રવાસે, ડેડિયાપાડાની લેશે મુલાકાત, જાણો કાર્યક્રમ
PM Narendra Modi News: PM નરેન્દ્ર મોદી ફરી એકવાર તેમના માદરે વતન ગુજરાતની મુલાકાત લેવા આવી રહ્યા છે. આગામી 15 નવેમ્બરના રોજ PM મોદી નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે મહાનાયક ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે અને જાહેર સભાને સંબોધશે.

PMની આ મુલાકાતને લઈને નર્મદા જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને કાર્યક્રમ સ્થળ પર તૈયારીઓનું નિરીક્ષણ શરૂ કરી દીધું છે.
PMનો 15 નવેમ્બરનો સંભવિત કાર્યક્રમ
PM નરેન્દ્ર મોદીનો સંભવિત કાર્યક્રમ નીચે મુજબ રહેશે.
- આગમન: 15 નવેમ્બરના રોજ સવારે 8:00 વાગ્યે PM સુરત એરપોર્ટ પર પહોંચશે.
- ડેડીયાપાડા: સુરતથી 8:39 વાગ્યે તેઓ હેલિકોપ્ટર દ્વારા નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે આગમન કરશે.
- કુળદેવી દર્શન: PM સૌપ્રથમ આદિવાસીઓના કુળદેવી દેવમોગરા માતાજીના મંદિરે દર્શન કરશે.
- બિરસા મુંડાને પુષ્પાંજલિ: ત્યારબાદ ડેડીયાપાડા ખાતે બનાવેલી ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે.
- જાહેર સભા: અંતે, PM ડેડીયાપાડા ખાતે આયોજિત જાહેર સભાને સંબોધન કરશે.
PMની મુલાકાતને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ સ્થળોનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને જરૂરી સુરક્ષા અને વ્યવસ્થા અંગેની સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ કાર્યક્રમ આદિવાસી સમાજ માટે અને રાજ્ય માટે ખૂબ મહત્વનો ગણાઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
