ગુજરાતના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજના ત્રીજા કાર્યક્રમમાં રાજ્યના દક્ષિણ ઝોનના 11 જિલ્લાઓમાં 12 વિભાગોના 44 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કર્યું.
નવસારીના વાંસી-બોરસીગામ ખાતેથી વિકસિત ભારતના સ્વપ્ન અને અમૃતકાળના સંકલ્પને સાર્થક કરતા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, સાંસદસભ્યો અને ધારાસભ્યો સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં કર્યું.

વડાપ્રધાને કાકરાપાર ન્યૂક્લિયર પાવર પ્લાન્ટના બે મેડ ઈન ઈન્ડિયા ન્યૂક્લિયર રિએક્ટર રાષ્ટ્રને અર્પણ કર્યા. તેમણે નવસારી ખાતે પીએમ મિત્ર પાર્કના કાર્યોનો શુભારંભ કરાવ્યો.
દેશનો આ પ્રકારનો આ પ્રથમ ટેક્સ્ટાઈલ પાર્ક છે, જે ટેક્સ્ટાઈલ ક્ષેત્રની સમગ્ર વેલ્યુ ચેઈનને સુદૃઢ્ બનાવીને લાખો રોજગારીનું નિર્માણ કરશે. આ ઉપરાંત તાપી રિવર બેરાજ, વડોદરા-મુંબઈ એક્સ્પ્રેસ વે ના વિવિધ સેક્શનના કામો, રેલવે, સુરત મહાનગરપાલિકા અને SUDA ના વિકાસ કામો તથા આદિજાતિ કલ્યાણ અને જળ વ્યવસ્થાપનના અનેક કામો દક્ષિણ ગુજરાત માટે અણમોલ દેન સમાન બની રહેશે.












Click it and Unblock the Notifications
