પીએમ મોદી માતાને મળીને દિલ્હી જવા રવાના, હાલ હિરાબાની હાલત સુધારા પર
હિરાબાના ખબર અંતર પુછીને પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા છે. મળતી વિગતો અનુસાર પીએમ નરેન્દ્ર મોદીએ ડોક્ટરો સાથે માતાની તબિયતને લઈને વિગતે પુછપરછ કરી હતી.
અમદાવાદ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાની તબિયત બગડતા તેમને તાત્કાલિક અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા. અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં હિરાબાની સારવાર કરાએઈ રહી છે ત્યારે પીએમ મોદીને ખબર પહોંચતા તેઓ તાત્કાલિત માતાને મળવા અમદાવાદ પહોંચ્યા હતા. અહીં તેઓએ હોસ્પિટલમાં જ માતાને ખબર અંતર પુછ્યા હતા.

પીએમ મોદી યુએન હોસ્પિટલમાં પહોંચતા હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ હતી. હવે હિરાબાના ખબર અંતર પુછીને પીએમ મોદી દિલ્હી જવા રવાના થયા છે. મળતી વિગતો અનુસાર પીએમ નરેન્દ્ર મોદીએ ડોક્ટરો સાથે માતાની તબિયતને લઈને વિગતે પુછપરછ કરી હતી. પીએમ મોદી અડધો કલાક સુધી હોસ્પિટલમાં માતાની હેલ્થ બાબતે અપડેટ લેતા રહ્યા હતા.
માતા હિરાબાની તબિયત બગડતા અન્ય પરિવારજનો પણ હોસ્પિટલ પહોંચ્યા છે. અહીં તમને જણાવી દઈએ કે હાલ હિરાબાની હાલત સુધારા પર છે અને ડોક્ટરો નજર રાખી રહ્યા છે. પીએમ મોદીને ડોક્ટરોએ આ બાબતે જણાવતા તેઓ દિલ્હી જવા રવાના થયા છે. અહીં એ પણ જાણવુ જરૂરી છે કે પીએમ મોદીના માતા હિરાબા 100 વર્ષના છે. આજે અચાનક તેમની તબિયત બગડતા તેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.












Click it and Unblock the Notifications
