જ્યારે પીએમ મોદી મળ્યા માતા હિરાબાને, ત્યારે સર્જાયા આ ખાસ પળ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસ નિમિત્તે તેમની માતા હિરાબેનના આશીર્વાદ લેવા માટે ગાંધીનગર ખાતેના તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા. સવારે સાઢા સાત વાગે મોદી હિરાબાને મળવા પહોંચ્યા હતા. ત્યારે માં-દિકરા વચ્ચે કેટલીક ખાસ પળો સર્જાઇ હતી. અને બન્નેના ચહેરાની ખુશી ધણું કહી દેતી હતી.

એટલું જ નહીં હિરાબાને મળવાની સાથે જ પ્રધાનમંત્રીએ તેમની આવાસની આસપાસ રહેતા લોકોની પણ મુલાકાત લીધી હતી. અને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા લોકોનો આભાર પણ માન્યો હતો. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની માતાને મળવા માટે કોઇ મોટા સુરક્ષા કાફલા સાથે નહતા ગયા તે ખાલી એક કારમાં માતાને મળીને પરત ફર્યા હતા.












Click it and Unblock the Notifications
