For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરદાર વલ્લભભાઈ પટેલ જયંતિઃ પીએમ મોદીએ લોખંડી પુરુષને કેવડિયા ખાતે આપી શ્રદ્ધાંજલિ

દેશને એકતાના સૂત્રમાં બાંધનારા પટેલને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે.

|
Google Oneindia Gujarati News

સ્વતંત્ર ભારતના પહેલા ઉપ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 144મી જન્મજયંતિ છે. દેશની આઝાદીમાં તેમનુ મહત્વપૂર્ણ યોગદાન રહ્યુ છે. દેશને એકતાના સૂત્રમાં બાંધનારા પટેલને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી કેવડિયામાં સ્થિત સ્ટેચ્યુ ઑફ યુનિટી સ્થળ (સરદાર પટેલની પ્રતિમા) પહોંચ્યા છે.

pm modi

આ પ્રસંગે પ્રધાનમંત્રી નર્મદા જિલ્લાના કેવડિયામાં એકતા દિવસના આયોજનમાં શામેલ થશે. આ દરમિયાન તે ઘણી યોજનાઓનુ લોકાર્પણ પણ કરશે. યોજના અનુસાર પ્રધાનમંત્રી પરેડ ગ્રાઉન્ડમાં માર્ચ પાસ્ટ અને પોલિસ મેમોરિયલ મોમેન્ટોની પ્રદર્શનીનુ ઉદઘાટન કરશે. પથી તે 9 વાગે પોલિસ અધિકારીઓ અને સામાન્ય જનતાને સંબોધિત કરશે. ત્યારાબદ તે પાછા કેવડિયા માટે રવાના થઈ જશે.
તમને જણાવી દઈએ કે આઝાદી સમયે દેશ નાના નાના 562 રજવાડાઓમાં વહેંચાયેલુ હતુ. બ્રિટિશ શાસને તેમની સામે વિકલ્પ રાખ્યો હતો કે આ ભારત કે પાકિસ્તાનમાંથી કોઈ એકને પસંદ કરી લે. એવામાં ઘણા રજવાડા ભારત તો અમુક પાકિસ્તાનમાં શામેલ થવા ઈચ્છતા હતા. અને ઘણા સ્વતંત્ર રહેવા માંગતા હતા. એક સમસ્યા એ હતી કે અમુક રજવાડા ઘણા દૂર હોવા છતાં પાકિસ્તાનમાં શામેલ થવા ઈચ્છતા હતા.

એવામાં આ સમસ્યાનો ઉકેલ સરદાર પટેલે કર્યો અને ભારતમાં આ રજવાડાઓનો વિલય કરીને તેમને એકતાના સૂત્રમાં બાંધ્યા. આ કામમાં તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો પરંતુ તેમણે પોતાની બુદ્ધિ અને અનુભવના દમ પર આમાં સફળતા મેળવી. ભારતને એક વિશાલ રાષ્ટ્ર બનાવવા પાછળ તેમની સૌથી મોટી ભૂમિકા રહી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી, મા સાથે કરી મુલાકાત, લીધા આશીર્વાદઆ પણ વાંચોઃ ગુજરાત પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી, મા સાથે કરી મુલાકાત, લીધા આશીર્વાદ

English summary
Prime Minister Narendra Modi pays tribute to Sardar Vallabhbhai Patel at Statue of Unity in Gujarat.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X