PM મોદીની માતા હીરાબાએ મૂકાવ્યો કોરોના વેક્સીનનો પહેલો ડોઝ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબેન મોદીએ પણ ગુરુવારે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ મૂકાવી દીધો છે.
નવી દિલ્લીઃ દેશમાં કોરોના વેક્સીનેશનનો બીજો તબક્કો શરૂ થઈ ચૂક્યો છે. 60 વર્ષની ઉપરના લોકોને વેક્સીન મૂકવામાં આવી રહી છે. વળી, 45 વર્ષથી ઉપરના જે લોકો ગંભીર બિમારીથી ગ્રસિત છે તેમને પણ રસી મૂકવામાં આવી રહી છે. આ ક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની માતા હીરાબેન મોદીએ પણ ગુરુવારે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ મૂકાવી દીધો છે. પ્રધાનમંત્રી મોદીએ આ અંગેની માહિતી આપી. પીએમ મોદીએ કહ્યુ કે હું તમને સહુને અપીલ કરુ છુ કે તમે વેક્સીનને યોગ્ય લોકોને રસી મૂકાવવામાં મદદ કરો અને તેમને પ્રોત્સાહિત કરો.

પીએમ મોદીએ ટ્વિટ કર્યુ, 'મને એ જણાવતા ખુશી થઈ રહી છે કે મારી માતાને કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આજે આપી દેવામાં આવ્યો છે. હું તમને સહુને અપીલ કરવા માંગુ છુ કે જે પણ વેક્સીન લગાવવાની સીમામાં આવે છે, તે બધા વેક્સીન મૂકાવે અને બીજા લોકોને પણ પ્રેરિત કરે.' ખુદ પીએમ મોદી પણ કોરોના વેક્સીનનો પહેલો ડોઝ મૂકાવી ચૂક્યા છે. તેમણે 1 માર્ચે એઈમ્સમાં પહેલો ડોઝ મૂકાવ્યો હતો.
તમને જણાવી દઈએ કે પીએમ મોદીની માતા હીરાબેન ગુજરાતના અમદાવાદમાં રહે છે. પીએમ મોદી પોતાની માતાની ખૂબ જ નજીક છે. તે જ્યારે પણ ગુજરાત પ્રવાસે હોય ત્યારે તેમને જરૂર મળે છે. ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોના રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થયુ છે. અત્યાર સુધી કુલ 2.56 કરોડથી વધુ લોકોને રસી મૂકવામાં આવી ચૂકી છે. બુધવારે દેશભરમાં 13 લાખથી વધુ લોકોને કોરોના વેક્સીન લગાવવામાં આવી ચૂકી છે. પીએમ મોદીના વેક્સીન લગાવ્યા બાદ દેશમાં હાલના દિવસોમાં રસીકરણ અભિયાન ઝડપથી આગળ વધી રહ્યુ છે.
PM Narendra Modi says his mother has taken the first dose of the COVID-19 vaccine today.
— ANI (@ANI) March 11, 2021
"I urge everyone to help and motivate people around you who are eligible to take the vaccine," he says.
(File photo of PM Modi with his mother Heeraben Modi) pic.twitter.com/D7rz2g0u90












Click it and Unblock the Notifications
