પીએમ મોદીએ ટ્વિટર પર શેર કરેલો ફોટો સોશિયલ મીડિયા પર થઈ ગયો વાયરલ
ગુજરાતના જૂનાગઢમાં હાલમાં વૃક્ષની ડાળી પર ચઢેલા સિંહનો એક ફોટો દેશના ગુજરાતના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો.
ગુજરાતના જૂનાગઢમાં હાલમાં વૃક્ષની ડાળી પર ચઢેલા સિંહનો એક ફોટો દેશના ગુજરાતના ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો હતો. ફોટો સોશિયલ મીડિયા પર શેર થયા બાદ આ ફોટોને દેશના પીએમ નરેન્દ્ર મોદીએ પણ રીટ્વીટ કર્યો છે. ત્યારબાદ આ ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે નરેન્દ્ર મોદીએ ફોટો રીટ્વીટ કર્યા બાદ લખ્યુ છે કે, Majestic Gir Lion....Lovely picture!

જણાવવામાં આવી રહ્યુ છે કે આ ફોટોને ઉપવન સંરક્ષક (જૂનાગઢ) ડૉ. સુનીલ બેરવાલ દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફોટોને બીટ ગાર્ડ દીપક વાઘેરે પાડ્યો હતો. દીપક વાઘેરની માનીએ તો તે નિયમિત પેટ્રોલિંગ પર હતા, 5 માર્ચે લગભગ 5 વાગે સિંહ વૃક્ષ પર ચઢી ગયો. એવુ લાગી રહ્યુ હતુ કે જાણે ફોટો પડાવવા માટે પોઝ આપી રહ્યો હોય. મે તરત જ મારો મોબાઈલ કાઢ્યો અને ફોટો ક્લિક કરી લીધો. દીપકની માનીએ તો એ પણ તેના માટે જીવનભરની સ્મૃતિ છે.
Majestic Gir Lion....Lovely picture! https://t.co/jl5zdxW9PV
— Narendra Modi (@narendramodi) 11 March 2019
વન વિભાગના અધિકારીઓની માનીએ તો સામાન્ય રીતે શેર ક્યારેય વૃક્ષ પર નથી ચઢતા. પરંતુ જંગલમાં પેટ્રોલિંગ દરમિયાન તેમણે આ દૂર્લભ દ્રશ્ય જોયુ હતુ અને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધુ હતુ. તેમના જણાવ્યા અનુસાર ગુજરાતી હોવાના કારણે પ્રધાનમંત્રી પણ આ ઘટનાની દૂર્લભતાથી વાકેફ છે. એટલા માટે તેમણે ફોટાને રીટ્વિટ કર્યો છે. જો કે પીએમના ટ્વિટથી આ ફોટાનું મહત્વ અનેક ગણુ વધી ગયુ હોવાનો સ્વીકાર તેમણે પણ કર્યો છે.












Click it and Unblock the Notifications
