For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી 660.26 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે!

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને ભૂમિપૂજન કરશે. તેમાં રૂપિયા 660.26 કરોડના ખર્ચે પાણી વિતરણ સંબંધિત અનેક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ગાંધીનગર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે અને ભૂમિપૂજન કરશે. તેમાં રૂપિયા 660.26 કરોડના ખર્ચે પાણી વિતરણ સંબંધિત અનેક પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. પીએમ મોદી રૂપિયા 395.51 કરોડથી વધુની પાણી વિતરણ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે અને આશરે રૂ. 264.75 કરોડના પાણી વિતરણ પ્રોજેક્ટનો ઇ-શિલાન્યાસ કરશે, જેનો લાભ આગામી સમયમાં રાજ્યના 16 લાખથી વધુ લોકોને મળશે.

આ જળ વિતરણ પ્રોજેક્ટ્સ માં 6 Sewage Treatment Plant(STPs) ના લોકાર્પણનો પણ સમાવેશ થાય છે. આ STP ખેડા, મહેમદાવાદ, કંજરી, બોરસદ, ઉમરેઠ અને કરજણમાં સ્થાપવામાં આવ્યા છે. આ STPનો રાજ્યના 2 લાખથી વધુ લોકોને લાભ થશે. ગુજરાત માટે STP એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે સ્વચ્છ પાણી પર રાજ્યની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ થશે.

ઉલ્લેખનીય છે કે હાલ ગુજરાતમાં 796 MLD પાણીનો ઉપયોગ STPs દ્વારા ટ્રીટેડ વેસ્ટ વોટર તરીકે થાય છે. સાથે જ, 159 MLDની ક્ષમતાવાળા એસટીપી સ્થાપવાનું કામ હાલમાં ટેન્ડરીંગની પ્રક્રિયામાં છે અને ભવિષ્યમાં પણ વધારાના 860 MLD પાણીને STPs દ્વારા શુદ્ધ કરીને ફરીથી ઉપયોગમાં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

English summary
PM Modi to inaugurate 660.26 crore water distribution project in Gujarat!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X