પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં ઘણા મહત્વના પ્રોજેક્ટ્સનુ કરશે ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં રેલવે સાથે જોડાયેલા ઘણા મહત્વના પ્રોજેક્ટસનુ ઉદઘાટન કરશે.
નવી દિલ્લીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં રેલવે સાથે જોડાયેલા ઘણા મહત્વના પ્રોજેક્ટસનુ ઉદઘાટન કરશે. પ્રધાનમંત્રી વીડિયો કૉન્ફરન્સિંગ દ્વારા આ પ્રોજેક્ટ્સનુ ઉદઘાટન કરશે. પીએમ એક્વાટિક એન્ડ રોબોટિક્સ ગેલેરી, નેચર પાર્ક, સાયન્સ સિટીનુ પણ ઉદઘાટન કરશે. જે રેલવે પ્રોજેક્ટનુ પીએમ ઉદઘાટન કરશે તેમાં હાલમાં જ ગાંધીનગરમાં બનીને તૈયાર થયેલ નવુ રેલવે સ્ટેશન પણ શામેલ છે. આ ઉપરાંત ગાંધીનગરથી વારાણસી વચ્ચેની બે નવી ટ્રેનનુ પણ ઉદઘાટન કરશે. એક ટ્રેન ગાંધીનગર-વારાણસી સુપર ફાસ્ટ એક્સપ્રેસ જ્યારે બીજી મેમો એક્સપ્રેસ ગાંધીનગરથી વરેથા વચ્ચેની છે.

ગાંધીનગરમાં રેલવે સ્ટેશનને 71 કરોડ રૂપિયાના ખર્ચે નવુ રૂપ આપવામાં આવ્યુ
પ્રધાનમંત્રીએ ખુદ ટ્વિટર પર ટ્વિટ કરીને લખ્યુ કે 16 જુલાઈએ ગુજરાતમાં ઘણા મહત્વના પ્રોજેક્ટ્સની શરૂઆત થશે. જેમાં પર્યાવરણ, રેલવે, વિજ્ઞાન સાથે જોડાયેલા પ્રોજેક્ટ્સ છે. પ્રધાનમંત્રી કાર્યાલય અનુસાર ગાંધીનગરમાં રેલવે સ્ટેશનને 71 કરોડ રૂપિયાના ખર્ચે નવુ રૂપ આપવામાં આવ્યુ છે.આ સ્ટેશનમાં વિશ્વસ્તરીય સુવિધાઓ છે કે જે કોઈ એરપોર્ટ પર ઉપલબ્ધ હોય છે. દિવ્યાંગો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. તેમના માટે ખાસ કરીને ટિકિટ બુકિંગ કાઉન્ટર, રેમ્પ, લિફ્ટ, વિશેષ પાર્કિંગ સ્થળ વગેરેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ આખી બિલ્ડીંગને ગ્રીન બિલ્ડીંગ તરીકે તૈયાર કરવામાં આવી છે.

રેલવે પર નવનિર્મિત હોટલ ભારતની આવી પ્રથમ હોટલ હશે
વળી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર રેલવે સ્ટેશન પર નવ નિર્મિત 318 રૂમની ફાઈવ સ્ટાર હોટલનુ પણ વર્ચ્યુઅલ ઉદઘાટન કરશે. ભારતની આવી પ્રથમ હોટલ હશે. પ્રધાનમંત્રી મોદીએ ગ્રાઉન્ડ બ્રેકિંગ કર્યા બાદ ગાંધીનગર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ અને સ્ટેશનની ટોચ પર ફાઈવ સ્ટાર હોટલનુ નિર્માણ જાન્યુઆરી 2017માં શરૂ કરવામાં આવ્યુ હતુ. 71.5 કરોડ રૂપિયાના ખર્ચે ગાંધીનગર રેલવે સ્ટેશનનો પુનર્વિકાસ કરવામાં આવ્યો છે. લક્ઝરી હોટલવાળા આધુનિક રેલવે સ્ટેશનમાં થીમ આધારિત લાઈટિંગ, ઈન્ટર ફેઈથ પ્રાર્થના હૉલ અને એક અલગથી બેબી ફીડિંગ રૂમ છે.

સાયન્સ સિટી ખાતે ત્રણ નવા આકર્ષણોનુ ઉદ્ઘાટન
પ્રધાનમંત્રી મોદી ગાંધીનગર-વારાણસી સાપ્તાહિક સુપરફાસ્ટ ટ્રેન અને ગાંધીનગર-વરેથા મેમો ટ્રેનને પણ રવાના કરશે. તેઓ નવી ઈલેક્ટ્રીફાઈડ થયેલ મહેસાણા-વર્તા બ્રોડગેજ રેલવે લાઈન અને સુરેન્દ્રનગરથી પીપાવાવ સ્ટેશન વચ્ચે 266 કિલોમીટરનો વિસ્તાર પણ સમર્પિત કરશે. તેઓ અમદાવાદના સાયન્સ સિટી ખાતે ત્રણ નવા આકર્ષણોનુ ઉદ્ઘાટન પણ કરશે. આ આકર્ષણોમાં એક્વાટિક ગેલેરી, રોબોટિક પાર્ક અને નેચર પાર્ક શામેલ છે. માહિતી મુજબ આ વીડિયો કૉન્ફરન્સિંગમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ જોડાશે. ગાંધીનગર રેલવે સ્ટેશન પર ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષ ઉપસ્થિત રહેશે.












Click it and Unblock the Notifications
