For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદી બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ અને જામનગરમાં ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનુ ખાતમુહુર્ત

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે. જાણો આજનો કાર્યક્રમ.

|
Google Oneindia Gujarati News

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 3 દિવસીય પ્રવાસે ગુજરાત આવી પહોંચ્યા છે. તેઓ સોમવારે સાંજે અમદાવાદ એરપોર્ટ આવ્યા હતા જ્યાં મુખ્યમંત્રી, રાજ્યપાલ અને ભાજપના કાર્યકરો દ્વારા તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતુ. ત્યારબાદ પીએમ મોદી ગાંધીનગર પહોંચ્યા હતા અને વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી. વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં પણ પીએમ મોદીનુ સ્વાગત કરવામાં આવ્યુ. નાની બાળકીઓ દ્વારા પીએમ મોદીનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પીએમ મોદીએ પણ બાળકીઓનુ સ્વાગત કર્યુ હતુ ત્યારબાદ પીએમ મોદીએ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં દીપ પ્રાગટ્ય કર્યુ અને સમીક્ષા કરી.

બનાસ ડેરીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે

બનાસ ડેરીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે

આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સવારે 9.40 વાગે બનાસકાંઠાના દિયોદર ખાતે બનાસ ડેરીના નવા સંકુલનુ લોકાર્પણ કરશે. બપોર બાદ તેઓ જામનગર જશે અને ત્યાં WHOના સહકારથી બનનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનુ ખાતમુહુર્ત કરશે. આ કાર્યક્રમમાં તેમની સાથે WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દન જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. રાતે ગાંધીનગર રાજભવનમાં રાત્રી રોકાણ કરશે.

600 કરોડથી વધુના ખર્ચે બન્યુ છે નવુ ડેરી સંકુલ

600 કરોડથી વધુના ખર્ચે બન્યુ છે નવુ ડેરી સંકુલ

પ્રધાનમંત્રી મોદી આજે બનાસકાંઠાના દિયોદર ખાતે 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલ નવુ ડેરી સંકુલ અને બટાટા પ્રોસેસિંગ પ્લાન્ટ 19 એપ્રિલે સવારે 9.40 કલાકે રાષ્ટ્રને સમર્પિત કરશે. નવુ ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ લગભગ 80 ટન માખણ, એક લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેસ્ડ મિલ્ક(ખોયા) અને 6 ટન ચોકલેટનુ ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ હશે.

બલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનુ શિલાન્યાસ

બલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનુ શિલાન્યાસ

જામનગરની મુલાકાત દરમિયાન WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનુ શિલાન્યાસ પ્રધાનમંત્રીના હસ્તે થશે. આ કાર્યક્રમમાં તેમની સાથે મોરેશિયસના પ્રધાનમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને WHOના ડીજી, રાજ્યકક્ષાના મંત્રીઓ તેમજ આઠથી દસ દેશોના એમ્બેસેડર તેમજ સ્થાનિક આગેવાનો અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.

English summary
PM Modi to innaugurate Banas Dairy complex in Banaskantha and Global centre for traditional medicine in Jamnagar today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X